પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૧

પાછાં વળતાં


દબાવીને આવ્યો. એ બચ્ચાં એણે રાણી બહેનના ખોળામાં મૂકી દીધાં. કુંતાદે ડરી. રા'એ દાંત કાઢ્યા. નાનકડાં ધાવણાં બચ્ચાં જે ઘૂરઘરાટ કરતાં હતાં તે હજુ નકલી હતા.

'રાખ બોન, રાખ. પાળી રાખજે. તારે ખપ લાગશે. તારી રક્ષા કરશે.'

એમ કહીને ભીલ યુવાન શું બહેનને કોઇ ચાલી આવતી આપત્તિકાળની ચેતવણી આપતો હતો? હશે કદાચ, પણ રા'ને એની સરત નહોતી, એ તો શિલાજીતના શક્તિદાયી સેવનનનું ધ્યાન ધરી રહ્યો હતો.

રા'એ ને કુંતાદે'એ ઝૂંપડાં જોયાં, જ્યાં સોમનાથની સહાયે જતા હમીરજીનો સત્કાર થયો હતો, જ્યાં ભોજનનાં અને તે સાથે છૂપી વન-પ્રીતનાં પીરસણાં થયાં હતાં, ને જ્યાં પહેલી-છેલ્લી રાતનાં પોઢણ થયાં હતાં. ને રા'એ એ ઝાડઘટા જોઇ, જેની નીચે ઉઘાડી હવામાં હમીરજીના પુત્રનો પ્રસવ થયો હતો.

એક રાત ત્યાં પડાવ રાખીને રા'એ રસાલો ઉપાડ્યો. પણ એ આખા નિવાસ દરમ્યાન ભીલ જુવાનની માતા થોડી થોડી જ પ્રગટ થઇ હતી. એણે બન્યું ત્યાં સુધી પોતાની જાતને છૂપાવી રાખી હતી. પોતાના પતિએ ને પિતાએ રક્ષેલા ને નિજ શોણિતથી છંટકારેલા દેવસ્થાનાની છાંયા હેઠળ પુત્રનું જે ગૌરવ ખંડન થયું તેની ખટક માતાના પ્રાણમાંથી રૂઝાતી નહોતી.

'જૂનાગઢ તેડાવીશ. આવજો.' એમ કહીને રા'એ રસાલો ઉપાડ્યો. પણ રા'ને જે એક વાતની ઝાઝી સરત નહોતી રહી તે તો આ હતી : ભીલજુવાન અને કુંતાદે વચ્ચે પરોવાઇ ગયેલી મમતા.

ધ્રાફડ નદી ઊતરીને રા; મેણીઆના માર્ગ પર ચડ્યા હતા. બીજા દિવસના બપોર ચડતા હતા, તે વખતે એણે ચાર દિવસ પર