પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯

હાથીલાનો નાશ


કરાળ કાળભૈરવ. રા' તો એની પાસે અસુરના હાથમાં પુષ્પ સરીખા કહેવાય. રા'ને ક્ષેમકુશળ દીઠા છતાં કુંતાદે ફફડી ઊઠી.

'સૌને એ જ નવાઈ લાગેલી દેવડી! ને મેં જ્યારે તારા કાકાને પડકાર્યો કે આ ગરીબ પગારદારોની હત્યા શીદ કરવી ! આવો એકલ ધીંગાણે પતાવીએ, ત્યારે તો એણે પણ હસીને શું કહ્યું હતું, કહું?'

'શું કહ્યું?'

'તને યાદ કરી.'

'સાચોસાચ?'

'હા. સીધી નહિ પણ આડકતરી રીતે. એણે પોતાની ગરેડી જેવી ગરદન હલાવીને ભયંકર અવાજે જવાબ દીધો કે છોરૂ વગરનો છો, તરપીંડી દેવા ય કોઇ વાંસે નહિ રહે, માટે કહું છું કે પાછો વળી જા. મેં કહ્યું કે હવે તો પાછા ફરવનું ટાણું રહ્યું નથી.' સુલતાનને આપેલા વચને પળવાની મારી ફરજ છે. ઊઠો કાકાજી!'

'મને જરીકે ન સંભારી?'

'મરતે મરતે કહ્યું કે કુંતાનો ચૂડલો અખંડ રહ્યો, એટલી મારા જીવને ગત્ય થાય છે.'

'બીજાં બધાં શું કરે છે? હું કાણે જઈ આવું ? કારજ ક્યારનું છે?'

'ત્યાં કોઇ નથી.'

'કેમ ? ક્યાં ગયાં?'

'મેં હાથીલા ઉજ્જડ કર્યું. એ બધાં લાઠી ગામે ચાલ્યાં ગયાં.'

'એકલ-યુદ્ધથી પતાવ્યું કહો છો ને?'