પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬

મહમ્મદ બીઘરો

'હજી હમણાં જ ખવરાવેલું ને?'

'તેની મને શી ખબર? મને જલદી દે, રોટી દે , કાચા ચાવલ દે, મેવો દે, જે હોય તે દે, નહિતર હઝરત બાબાજી (શાહાઅલમ)નાં તમામ મુરઘાં ને કાચાં ને કાચાં ચાવી જાઉં છું અમ્મા!'

'અકરાતીઓ ! ક્યાંથી આવી ભૂખ લઇને આવેલ છો? તારૂં શું થશે ફતીઆ!'

એમ કહેતી મા, આ અતક હોજરીવાળા છોકરા ફતીઆ (ફતેહખાન)ને લઇ રસોડામાં ગઇ, ને ત્યાં ઢાંકી રાખેલી હાંડીઓ તેની સામે ધરી દીધી. કેળાંની આખી લૂમ એને પિરસી દીધી.

'અમ્મા !' ફતેહખાન ગલોફાંમાં ખોરાક ઠાંસોઠાંસ ભરતો ભરતો વાતોએ ચડ્યો: 'આજે તો ભારી રોનક થયું. હું તો હઝરત બાબાજી પાસે કુરાન પડતો બેઠો હતો ત્યાં તો ખીડકી ઉપર ધમાચકડી મચી ગઈ, શોર થઇ ગયો ને પકડો એ છોકરાને, પકડો ફતેહખાનને, એવા શોર કરતા સુલતાનના સિપાહીઓ અંદર ધસી આવ્યા. ત્યાં તો અમ્મા, હઝરત બાબાજીએ મને તમાચો લગાવી કહ્યું કે 'પડ બે ડોકરે!' એટલું કહ્યું ત્યાં તો અમ્મા, હું કિતાબ વાંચતો વાંચતો લાંબી સફેદ દાઢીવાળો બુઢ્ઢો બની ગયો. ને સુલતાનના સિપાહીઓ તો ભોંઠા પડીને ચાલ્યા ગયા.'

'બે-વ-કૂ-ફ ! બડી બડી બાતાં કરે છે. હવે ખાઇ લે, ઝોંસટી લે ફતીઆ!'

'ને અમ્મા, પરસુ કેવો તાલ થએલો માલૂમ છે? મને તો હઝરત બાબાજીએ છોકરીનો લેબાસ પહેરવીને રાખેલો. મેડા ઉપર મને છૂપાવી દીધો હતો, સુલતાનના સિપાહીઓ મારી તલાશે આવ્યા કે એકદમ હું છાપરા ઉપર ચડી ગયો. એ બદમાશો છાપરે ચડી આવ્યા. અરે