પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩

નરસૈયો


તેમણે કહ્યું, 'મહેતાજી, શ્રાદ્ધ તો અમે સૌ તમારે ઘેર જમીને આવીએ છીએ.'

'મશ્કરી શીદ કરો છો મારા ભાઇલાઓ ! મારે ઘેર તો હજુ મેં ઘી ય પહોંચાડ્યું નથી.'

રતનબાઇએ ખુલાસો કર્યો :'ભાઇ, ઘેર ચાલો. સર્વ બાબત પતી ગઇ છે. સૌ રંગેજંગે શ્રાદ્ધ જમી ગયાં છે.'

'પણ ક્યાંથી ?'

'તમારું નામ દઇને એક સંત-સેવક સીધું સામાનને થાળી લોટા પણ આપી ગયા - કહે કે મહેતાજીએ મોકલાવેલ છે. એ થાળી લોટા આપણે જમવા આવનારાઓને જ અર્પણ કરી વાળેલ છે.'

'એમ થયું ? ઉકલી ગયું ? ઠીક મામી, મને તો કાંઇ ખબર નથી ! પણ મારા વાલાજી વગર તો બીજું કોણ ઉકેલી જાય ?'

ભક્ત નરસૈયો ઊઠીને ચાલવા લાગ્યો. 'ભકતજી, આ ઘી લેતા જાવ.' હાટડીદારે બૂમ પાડી.

'હવે શો ખપ છે ઘીનો ? મને તો મારાં કીર્તનો બદલ તમે પરબારું ઘેરે જ પહોંચાડી દીધુંને વાલાજી ! વાહ મારા વાલાજી દામોદરરાય વાહ ! કીર્તનોને ય નાણાં સ્વરૂપે સ્વીકાર્યાં વાહ !' એમ બોલતે બોલતે એણે તો હાટડીવાળાના જ પગમાં મસ્તક ઝુકાવી ઝુકાવી વંદનો કર્યા ને પોતે પીતળની ખાલી તપેલી બગલમાં મારી ચાલતો થયો.

ખીરપોળીનું ભોજન, અને તે ઉપરાંત અક્કેક પીળો મુગટો, અક્કેક થાળી, વાડકો ને લોટો-એટલાં વાનાં મેળવીને નરસૈયાને ઘેરથી પાછા વળેલા શુક્લજીઓએ ઘેર જતે જતે શંકાઓની ચર્ચા કરવા માંડી : ' આ નટખટ ભગતડો બધું કાઢે છે ક્યાંથી ? એનો