પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બાવીસમું

૧૬૪


'વાલોજી' એ એવો કોણ નવરો બેઠો છે ? માળે નાગરડે ચલાવી છે પણ ભારી ચાલાકી : મંતર તંતર જાણતો લાગે છે; કે પછી પ્રેતની સાધના કરતો હોય.'

'મહારાણી કુંતાદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું ?'

'મને તો લાગે છે કે શૈવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનોએ જ આ શઠને ઊભો કરેલ છે. તેની જ આ બધી ગોઠવણ છે.'

'આ બધી વસ્તુઓ માયાવી તો નહિ હોય ને ? જોઇએ બે પાંચ દિવસમાં અદૃશ્ય થઇ જાય છે કે કેમ?

'બાકી તો એનાં મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે ?'

'મામી-રતન મામી- અહહ! શંભો ! આવી રતન મામી તો સૌને અક્કેક હોજો.'

'આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે. એ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અક્કલને ઊંઘ આવી જાય છે.'

'વશીકરણની મેલી વિદ્યા વગર એમ ન જ બને તો.'

'વાહ શંભો ! વાહ ! વાહ રે રતન મામી વાહ ! અરે આપણને પાણી પાનારી અક્કેક રતન મામી મળે તો આપણે ય આખી રાત કાં ન આરડ્યા કરીએ !'