પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રેવીસમું
ચકડોળ ઉપર

નાગર જુવાન નરસૈયાને વિષે રા'ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈયો ક્યાં રહે છે, એ ઘ્યાન વચગાળાનાં વર્ષોમાં રા'માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા'ના માટે આપદા ને ચિંતાઓથી ભરેલો હતો. ને હવે તો રા'નું હૃદય વધુ વધુ ડોળણોમાં ને વમળોમાં ઘૂમરીએ ચડ્યું હતું.

કોઇ કોઇ વાર આગળની રાત્રિએ નરસૈયા વિષેની વાતો રસભરી બનતી હતી. કુંતાદેને મોંયેથી સાંભળવા મળતું. રાસમંડળ જમાવીને વચ્ચે મશાલ ધરી ઊભો ઊભો નરસૈયો જે રાત્રિએ સ્ત્રીઓ અને પુરુષોનાં સૈયારાં વૃંદોને ગવરાવી રહ્યો હતો કે

'આશાભર્યાં અમે આવિયાં રે
'મારે વાલે રમાડ્યાં રાસ રે
'આવેલ આશા ભર્યાં રે

તે રાત્રિએ મહેતાજીના ચોરામાં પોતે વેશપલટો કરીને હાજર હતી. તે રાત્રે રાસ ચગ્યો હતો. સમયનું ભાન ભૂલાયું હતું. ભક્ત નરસૈયાના હાથની આખી મશાલ સળગી રહી હતી. તે પછી એનો હાથ સળ-