પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રેવીસમું

૧૬૮


'હાં-હાં, પાખંડ જ મહારાજ !' વાણિયાએ બોલ પકડ્યો : 'આપ બરોબર શબ્દ બોલ્યા.'

'મારા સામે શિવભક્તો બબડતા હતા ત્યારે હવે અની સામે કેમ સૌ ચૂપ છે ?'

'મહારાજની બીકે.'

'મારી બીક ?'

'અરે ભૂલ્યો, મહારાણીની બીકે.'

'રાણીજીને કહી દેવું પડશે.'

'બીજું તો કંઇ નહિ, પણ આંહીના શૈવીઓઓ અમદાવાદ જઈ ચાડી ખાય તેની મને ધાસ્તી છે.'

'એથી તો હું જરાયે ડરતો નથી કામદાર ! અમદાવાદમાં તો બખેડા ચાલ્યા છે, ને મારા બે ઊપરકોટ અભેદ્ય છે.' રા' હવે આ તોરમાં તણાયા હતા; 'ને સાંઇ જમીયલશા સરીખા દરવેશની મને સહાય છે. પણ મને આ નરસૈયાનું પાખંડ પાલવતું નથી.'

'બીજી પણ એક અરજ કરવા આવ્યો છું.' વીશળ કામદારના પચાસ વર્ષે પણ લાલ ટમેટાં જેવા રહેલા ગાલમાં ગલ પડ્યા. 'એક વાર ઘરમાં પગલાં કરો.'

'કેમ?'

'સારો અવસર ગયો, પણ આપને નોતરી શક્યો નથી.'

'કેટલામી, ત્રીજી વારનું ઘર કે ?' રા'ને ખબર હતી કે વીશળ કામદાર ત્રીજી વાર લગ્ન કરી આવ્યા હતા. 'આવશું ખુશીથી.'