પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રેવીસમું

૧૭૦


ને હત્યા થાત. નરસૈયો ડાહ્યો છે. નાગાજણ પણ ડાહ્યો છે. મુસ્લિમ દરવેશો પણ ડાહ્યા છે. અપ્સરાઓની કલ્પનાએ મને ચડાવી દીધો છે, એટલે જ હું કુંતાદેને સતાવતો નથી.

'રસુલાબાદ વાળા સાંઇ શાહાઆલમ મૂવા સુલતાનની બીબી મુઘલીને રૂપાળી જોઇ પરણી બેઠા, અને એ બીબીના છોકરા સુલતાન મહમદશાહ વેરે પણ એના સાવકા ભાઇ સુલતાન ક્તુબશાહની વિધવા રાજપૂતાણી રૂપમંજરી વેળાસર પરણાવી દીધી. આ બનાવો એક જ રહસ્ય બોલે છે : વાસનાને દબાવી ન દેવી, માર્ગ આપી દેવો, ઠંડી પાડી દેવી. હું તો જ્ઞાન દૃષ્ટિએ વાસનાને કામે લગાડી દઊં છું. હું ખોજ કરૂં છું - અપ્સરાની. ખોજ કરો ! ઓ માનવીઓ, તમારા મનમાં બેઠેલા અંતર્યામીની ખોજ કરો. હું પણ ખોજ જ કરૂં છું ને ! અંતર્યામીની જ ઓળખાણ ગોતું છું ને ! નરસૈયો મને ગમત, જો એ ભેગો ભેગો પાખંડ પણ ન કરી રહ્યો હોત તો. પણ એ તો ઢોંગી દેખાય છે. જે કાંઇ થાય છે તે શ્રી પ્રભુ પોતાને માટે ખાસ આવીને કરી કરી જાય છે એવું કહેનારો કાં તો મૂરખ છે, કાં શઠ છે, કાં ભોળો વિભ્રમી છે, કાં જાદુગર છે, ને કાં મંતર ને તંતર કરનાર છે. નહિ તો મને-રોજ ગંગાજળે ન્હાનારા પરમ શિવભક્તને કેમ ક્યાંય શંભુ સહાય કરવા નથી આવતા ? હમીરજી ગોહિલને કેમ શંભુએ ન રક્ષી લીધો ? અરે, શિવે પોતાનું જ જ્યોતિર્લીંગ તૂટતું કેમ ન રોકી લીધું ? નરસૈયો મને ગમતો, હવે અણગમતો થયો છે. એનું રાસરહસ્ય મને ભાવે છે, એના પ્રભુના નામના ગપટા મને અકળાવે છે.

'હા ! હું પાછો ભૂલી જાઊં છું ! વાળંદ આવશે ત્યારે એને જ પૂછીશ, કે દીઠી છે, ક્યાં ય અપ્સરા? તારા હાથમાં આવી છે એની આંગળીઓ ? તેં ઉતાર્યા છે કોઇ એવા નખ, કે જે તડકે મૂકતાં પીગળી પાણી પાણી થઇ જાય ? એને કહી રાખીશ હું પહેલેથી જ, કે મારે