પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પચીસમું

૧૮૮

અદ્ધર શ્વાસે ખડકી તરફ પગ મૂક્યા. સામટા હાથે સાંકળ ઉઘાડી.અંદર જતાં પરસેવો છૂટી ગયો. રોમેરોમે પાણીનાં મોતીઆં બંધાયાં.

અંદર ઘીનો દીવો બળે છે. ફૂલોની સુગંધ આવે છે. પરોડનો વાયુ વિંઝોણાં ઢોળી રહેલ છે. અને શ્વાસોચ્છવાસ લીધા વગર પણ જાણે ગાઢ નીંદરમાં સૂતેલ છે રતનબાઇ નાગરાણીનું સુંદર ગૌર શરીર.

પાસે પડી હતી એક પાણીથી ભરેલી ટબૂડી.

'એજ ટબૂડી ને એ જ લૂગડાં: અમે સૌએ ત્યાં જોયું.'

થોડાક બોલી ઊઠ્યા. ઊંઘે છે. આવીને ઘોંટી ગઇ લાગે છે.'

'ઊઠાડશું?'

'રતન ! રતન ! ઊઠ એઇ ચોટ્ટી !' એક જણે અવાજ દીધો.

રતનબાઇ તો એવી નીંદમાં પડી હતી, જેમાંથી કોઇ ન જગાડી શકે.

'એલા ક્યાંઇક મરી ન ગઇ હોય. છેટા રહીએ. નાહક અત્યારમાં અભડાવું પડશે.' એમ કહી એક જણે સૌને દૂર ખસેડ્યા.

થોડી વારે ઓરડામાં મૃત્યુની ટાઢાશ પ્રસરી વળી ને બ્હીએલા નાગરો બહાર નીકળી ગયા.

* * *

પ્રભાત થતાં થતાંમાં તો ઊપરકોટની દેવડી પર નાગરો, બ્રાહ્મણો, રાજપૂતો, શૈવભક્તો ને અન્ય સંપ્રદાયીઓનાં હજારો લોકોની ભીડ મચી ગઇ. કાળી ચીસો પડી, કારમા રીડીઆ ઊઠ્યા, દરવાજા ઉપર ધસારા ચાલ્યા, બારણાં કકડવા લાગ્યાં.

'શું છે આ ગોકીરો !' રા'માંડળિકે જ્યારે પાસવાનોને પૂછ્યું ત્યારે એઅના શરીરમાં નસેનસો તૂટતી હતી. એના મોં પરથી સ્વચ્છતાનો