પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છવીસમું
છેલ્લું ગાન

દૂ દૂર હાથક્ડીઓ અને પગ-બેડીઓના ઝંકાર સંભળાયા.

'એલા નરસૈયાને લાવે છે લાવે છે.' બેડીઓના રણઝણાટ નજીક આવ્યા.

ખુલ્લાં ખડગોવાળા પ્રહરીઓથી વીંટળાએલો ભક્ત નરસૈયો રાજસભામાં આવ્યો ત્યારે કીકીઆટા ઊઠ્યા. 'એલા એના કપાળમાં ટીલું નથી.'

'ટીલું તો હવે એને કપાળે ઘગાવીને ચોડી દેવું જોઇએ.'

'એનો વીઠલો હજી વારે ધાયો કેમ નહિ ? મારે બેટે આટલાં વરસ સુધી ધતીંગ હાંકે રાખ્યું, શ્રીહરિને દામોદરરાયજીને નામે.'

'એલા, તારા શ્રીહરિને તેડાવ ઝટ તેડાવ.' એને કોઇ આંગળી ચીંચી કહેતો હતો.

'આજ હવે રતનબાઇ પાણી નહિ પાય તે તરસે મરી જાજે.'

ભરસભામાં રા'માંડળિકે પ્રવેશ કર્યો. 'જય તિરથપતિ ! જય શંભુના ગણ : જય ગંગાજળિયા !' એવી રાડો પડી.