પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છવીસમું

૨૦૨

રા'ના પ્રહરીઓ જેને પગે લાગ્યા હતા, તેની બેઅદબ કોણ કરી શકે ! સૌ કૌતુકમાં ગરકાવ હતા.

બજાર સોંસરવો નરસૈયો ચાલ્યો જતો હતો : ને લોકવાયકા એની ય મોખરે ચાલી જતી હતી, 'એનો કેદારો કોક રાતોરાત છોડાવી લાવ્યું. ને કેદારો ગાયે પ્રભુ રીઝ્યા.'

'પ્રભુ તો રીઝયા હો કે નૈ, પણ માંડળિકે પરોડના પહેલા ઉજાસમા નરસૈને કંઠે કોઇક અદૃશ્ય બે હાથ હાર આરોપતા દીઠા.'

'નજરબંદી કરી હશે.'

'તે વગર કાંઇ કરડો રા' એને છોડે ?'

'અરે મહારાણી કુંતાદેએ રા'ને ટાઢો દમ દીધો હશે.'

'કુંતાદે તો અહીં ક્યાં છે ? એ તો હોય તો રા' આટલું ય કરી શકે ?

'આટલું એટલે કેટલું? કાલની વાત તો સૌ જાણે છે, પણ પરમ દિ'ની રાતની વાત કોઇ જાણો છો ?'

'શું વળી ?

'કુંતાદે પરમ દિ' સવારે જ જાત્રાએ સીધાવ્યાં, ને પરમ દિ' રાતે રા'એ -વીશળ કામદારના ઘરમાં-કામદારની ગેરહાજરીમાં-'

'ચૂપ ચૂપ.'

'મને તો આ હાર ફાર વાળી વાત ખોટી લાગે છે. આપણો રા' હવે તો અપ્સરાઉં ગોતે છે ખરો ને, તે નરસૈયે ઇ કામ માથે લીધું હશે.'

લોકવાયકા ઘેરઘેર જુદા ખુલાસા આપતી ઘૂમી વળી. રા' આખો દિવસ બહાર નીકળ્યો નહિ. ને નરસૈ મહેતાના ચોરામાં રાતે