પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૯

સુલતાનનો મનસૂબો

દેરૂં સલામત નહિ રહે,મંદિરે મંદિરે મસ્જિદો બંધાશે. પિછાનો છો મને કાળને !' સુલતાને આંખો ફાડીને ચકળ વકળ ડોળા ઘૂમાવ્યા.

'હે પાદશાહ ! જે કરવું હોય તે કરજો. સોરઠની વસ્તી એ બધું સહી લેશે. નથી સહેવાતા આ અમારા હિંદુ રાજાના અનાચાર !'

'તમને શું નડ્યો રા'માંડળિક, હેં શેઠિયા !' સુલતાન મોં મલકાવતો હતો.

'મારે માથે તો ખુદાવંદ-' એ રડવા જેવો બન્યો :'અવધિ કરી છે. મારી શાદી થઇ-'

'તારી ? બુઢ્ઢાની ?' સુલતાનના મોંમાં મરમરાનો બુકડો અટકી રહ્યો.

'હા નામદાર, ત્રીજી વારની શાદી; છોરુની ખોટે કરવી પડી : મેં મારા ધણીને ઘેરે આદરસત્કાર કરવા તેડાવ્યા. એણે મારી સ્ત્રીને નજરમાં લીધી. ને એક વાર મને ગામતરે મોકલી મારા ઘરમાં રાતે ઘૂસી જઇ, મારી નવીની-મારી મોહિનીની લાજ લૂંટી- ઓ મારા બાપ ! રડી પડ્યો.

'અબે બેવકૂફ બનીઆ !'સુલતાને કહ્યું : 'મારામાં પણ હવસનું જોર ક્યાં કમ છે ? હું સોરઠ ઉપર ત્રાટકીશ ત્યારે-'

'આપ તો માવતર, ઠીક પડે તેમ કરજો. આ તો હિંદુ દેવસ્થાનાંનો રાજા થઇને વિશ્વાસઘાત કરે છે. ને મારી શેઠાણી મોહિનીનો અવતાર બગાડ્યો તેને વળતે જ દિવસે એણે અમારા એક દરવેશ નરસૈયા ઉપર અકેકાર ગુજાર્યો. એ વિફરી ગયો છે. એ હવે શું નહિ કરે તેનું ઠેકાણું નથી. એને કોઇનો ડર નથીરહ્યો. આપણે તો એ છોકરું જ માને છે. ને આપની વિરુદ્ધ પ્રજાને ઉશ્કેરી બેઠો છે.'

તે તો મેં પણ સાંભળ્યું છે, કામદાર.'