પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૫

દોસ્તી તૂટી

'રા'નાં માનપાન મારા ઉપર ન હોત તો શું ચારણો મને પટાલાઇ બંધાવા આવત આઇ ? રામ રામ કરો. લોકો તો સત્તાને ઓળખે છે, સત્તાને નમે છે, સત્તાની શેહમાં દબાય છે.'

'ભૂલ્યો, ભૂલ્યો, ભૂલ્યો મારો પોતરો. અરે આવડું બધું ભાન શે ભૂલ્યો ! નાગાજણ, દેવીયુંના બાળમાં બુદ્ધિ પરગટી, એટલે હવે આપણાં તકદીરમાં રાજવળાંનાં ગોલાં થવાનું સરજ્યું લાગે છે.'

'આઇ, મારે મોડું થાય છે, તમે મેમાનોને રોકજો ને રૂડી રસોયું જમાડજો, કસુંબામાં કચાશ રે'વા દેશો નહિ. ને આ એક વખત ક્ષમા કરો. હું હમણાં જ જઇ આવું છું.'

'તારા કસુંબાની લાલચે ચારણો નહિ બેઠા રહે. ઈ તો રા' બેઠો રહેશે. ને બાપ, આ જ કટોકટનો અવસર છે.આજ અવતારભરનું ટાણું છે. આજ માણસાઇ ત્રાજવે ચડી છે.'

'આવડું બધું ?' નાગાજણ મશ્કરીમાં ઉડાવતો હતો.

'કેવડું બધું ! તું ન કલ્પી શકે એવડું બધું. આજ ગરવાના ટૂંક જેવડી ખોટ બેસી જશે. નાગાજણ, મરમ પકડી લે.'

'આઇ ! મારો જીવ કાં ખાવ ?' કહી નાગાજણ ચાલવા માંડ્યો.

'નાગાજણ ! સાંભળતો જા. મું ખદખદી રઇ છું. હરિગુણ ગાવતા નરસૈયાને જે દિ'થી રા'એ હનડ્યો છે તે દિ'થી મુંને કિસે ય ગોઠતું નસે. રાજની વિભૂતિ માતર કુંતાદે ભેળી જૂનાણાની બહાર ચાલી ગઇ છે. વીસળ કામદારના ઘરનો કાળો કામો...'

આઇ આંખ મીંચી ગયાં. એનાં સફેદ ભવાં રૂપાનાં પતરાં સરીખાં, ફરફરતાં હતાં. એની ગઢપણે લબડી પડેલી ચામડીમાં પણ લોહી