પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણત્રીસમું

૨૨૬

'ક્યાં, ક્યાંઇ આગળ જાય છે?'

'ના આઇ, ચાહીને મોણીયે જ પધારેલ છે. કહે છે કે આઇનાં દર્શને આવ્યો છું. ભેળો રસાલો પણ છે. મોઢું ઝાંખું ઝપટ છે.'

'અરે બાપડો !' નાગાજણની ને રા'ની વચ્ચે બની ગએલા બનાવની અણજાણ ચારણીએ ઉદ્‍ગાર કાઢ્યા : 'હરણાંનાં માથાં ફાટે એવા કારમા તડકામાં મોદળનો ધણી પંડ્યે આવ્યો, કાંઇક જરૂર પડી હશે. મુંઝાણો દિસે છે. પસ્તાણો લાગે છે. મીણબાઇ ! બેટા ! ચાય ગમે તોય આપણો ધણી છે. આપણે આંગણે આવેલ છે. નાગાજણ તો ઘેરે નથી. આપણે રા'ને ટીલાવા જાવું જોવે બાપ ! કંકાવટીયું સાબદી કરો. નકોર લૂગડાં પહેરો. ધોળ મંગળ ગાતાં ગાતાં જઇને ટીલાવીએ ને બીજું તો કાંઇ નહિ, પણ મારૂં સાંભળશે તો પાસે બેસાડીને હૈયાની બેક વાતડીયું ભણીશ હું. હાલો બાઇયું, હાલો બુઢ્ઢીયું ને નાનડીયું ! હાલો માડી, મોદળના રા'ને ટીલાવવા ઝટ હાલો.'

ઝાઝી વાર લાગી નહિ. નાગબાઇનું વેણ એ ચારણના નેસડાને ઘેર ઘેર ફરી વળતાં તો ચારણીઆણીઓનાં ઢુંગે ઢુંગ (ટોળે ટોળાં) રાતીચોળ ને કાળી નકોર લોબડીઓના છેડા વડે ધરતીને વારણાં લેતાં, દેવીઓના સોળા ગાતાં ગાતાં ગામપાદરને વડલા-છાંયડે જ્યાં રા' ઊભેલ હતો ત્યાં ચાલ્યાં. મોખરે હાથની હથેલીઓમાં કંકાવટી લઇને મીણબાઇ ચાલે છે : મીણબાઇ, જેનાં મોં પર માતાજીનાં અર્પેલ અનોધાં અપ્સરારૂપ છે : જેના નખની કણીઓ સૂરજના તાપમાં ઓગળી જાય છે.

'એજ -એજ મારા સ્વપ્નાવાળી,' રા'એ ઢૂકડી આવેલી મીણબાઇના મોંને દેખીને મનનો ઉદ્‍ગાર મનમાં શમાવ્યો.

ચારણ્યોના વૃંદની વચ્ચે જેનું મસ્તક સૌથી ચડિયાતું, મંદિરના