પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીસમું
'હું શુદ્ર છું'

મોણીઆથી પાછા ફરતા રા'એ પરબારો ઘોડો ગીરમાં દોંણ ગઢડા પર હાંક્યો. એના મનની અણફળી લાલસાઓ 'મારૂં ! કાપું !'ના જ બોલ કઢતી હતી. પોતાની જ વ્યાકૂળતાના પડછાયા એને માર્ગે પડતા ગયા, ને ગીરમાં જઇ, કુંતાદે અને હમીરજીના ભીલ બાળકની ચેષ્ટા જોતાં વાર જ ગીરને સળગાવી મૂકવી, એવો કાળ-મનસૂબો એનામાં ઊઠતો ગયો. સૂર્ય ઊંચાંમાં ઊંચી આભ-ટોચે ચડીને ઊતરતો જાય છે તેના પ્રત્યે એનું ધ્યાન નહોતું. બળબળતી ગૂજરાતમાં ફક્ત પોતાને આંગણે જ ખળખળતાં ઝરણાં, વેરાન ગૂજરાતમાં કેવળ જૂનાગઢને ઘેરે જ લીલાછમ બગીચા,લચકતી કેરીઓ, ઝળુંબતાં ગીર-ઝાડવાં , કોઇ કરતાં કોઇ તરફ એ જોતો નહોતો. રોષની રક્તજવાલા એની કેડી પાડતી આગળ ચાલતી હતી.

એનો રસાલો દ્રોણેશ્વરની ઝાડીના ઊંબરમાં આવ્યો કે ડમરૂ ને ડાકના ગેહકાટ કાને પડ્યા. ઢોલને પપૂડાં વનરાઇને જગવી રહ્યાં છે.

'શું છે આ બધું ?' એણે ભીલોને પૂછ્યું.

'અમારો મુખી પરણ્યો છે. એને પરણાવા જૂનેગઢથી રાજમાતા આવેલ છે. અમારા મુખીનાં બોન આવેલ છે.' ભીલો વગર ઓળખાણે