પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું

૨૪૪

'શું છે ?' રા' એ વીંટીના માણેકમાં અંગાર સળગતો જોતા હતા.

'મારા રા', જીવતરની છેલ્લી અધોગતિમાંથી બચાવી લેનાર એ હીરાકણી છે. ચૂસો એટલી જ વાર.'

'ના, ના, એની જરૂર નહિ પડે. હા, હા પણ એની જરૂર તમારે કદાચ...'

'મારી સગવડ કર્યા વગર તમને આપું કાંઈ ?'

'એમ ! ઠીક લાવો ત્યારે, લઈ જાઉં.'

ચૂસવાની સાથે જ જેનું ઝેર રગે રગે ચડે એવી એ હીરાકણીવાળી વીંટી રા'એ હાથમાં પહેરી.

'મારા રા' !' કુંતાદે માંડળિકને ચરણે ઢળીને બોલી : 'જીવતરનું પ્રભાત થયું ત્યારે તમે કહેતા'તા ને, કે મારા કાકા ગોહિલ હમીરજીના જેવું માનભર્યું મોત મળે તો સંસાર જીતી જવાય !'

'કુંતા ! એ દિવસોને યાદ ન કરો.' રા'નું હૈયું નબળું પડતું હતું.

'ના, હું એમ કહું છું કે ખરાખરીનું ટાણું આવે તો એ રાત-તમે સતાર બજાવીને મને મારા કાકાની વાત કહેલી તે રાત-સોહાગની ને સુખની, નિર્મળી, નમણી, નેહભીની એ રાત યાદ તો કરજો.'

'હો કુંતા !' કહેતો રા' ભાગ્યો. સુલતાનને એ સોરઠના સીમાડા ઉપર મળ્યો. એણે હાથ જોડીને કહ્યું :

'પણ મારો શો ગુન્હો થયો છે ? સુલતાન મારી તરફ હવે કઈ બેઅદબી થઈ છે કે મારું ખેદાનમેદાન કરવા આવ્યા છો ?'

'તારો દોષ ! તારો ગુન્હો ! તારી બેઅદબી !' હસી હસીને મેવાના ફાકડા ભરતા છવ્વીસ વર્ષના સુલતાને પોતાની લાંબી મુછોની અણીઓને વળ ચડાવતાં કહ્યું : 'તું હિંદુ છો એ જ મહાન