પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું

૨૪૮

એટલું બોલીને સાંઈનો દેહ ઝુકી પડ્યો.

* * *

તે પછી થોડા વર્ષો સુધી અમદાવાદના રસૂલાબાદ પરાંમાં, સંત શાહઆલમની જગ્યામાં, ભરપૂર મેદણી અને દરવેશોના સમૂહની વચ્ચે એક મુસ્લિમ બેસતો, એનું નામ ખાનજહાં હતું. સમુદાય વચ્ચે એ ડાહી ડાહી ઇસ્લામ ધર્મ વિષેની વાતો કરતો, એની બાંગ-પુકારમાં સંગીતભરી ભવ્યતા હતી, ઇસ્લામની તત્ત્વલોચનામાં એને એ સંત-સ્થાનમાં કોઈ ન આંટી શકતું.

—પણ કોઈ કોઈ વાર એ એકલો પડતો, વિચારે ચડતો, નૈઋત્ય ખૂણામાં મીટ માંડતો, ને પછી એ છાતીફાટ રડતો, પોકે પોક મૂકીને બોલતો—

'ઓ ગિરનાર ! ઓ ગંગાસ્નાન ! ઓ સોમનાથ ! ઓ મારી દેવડી !

'હેઠ નબળા દિલના વટલેલ !' કહી એને સુલતાન ટોંણાં મારતો ઈસ્લામ સંબંધી એની ડાહી વાતો મશ્કરીને પાત્ર થતી. આખરે એક દિવસ એ મુવો, ત્યારે એની લાશ પર સુલતાને ભવ્ય કબર ચણી. એ કબર આજે પણ છે. એ છે રા' માંડળિકની કબર.