પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોથું

૨૦


રોમે રોમેથી રક્ત પરૂના રેગાડા ચાલ્યા જાય છે. તેલે અને અર્કે ભભકતી એ મેડીમાં બદબો માતી નથી. ચાકરી કરનારાઓ ચાકરી મેલી મેલી ભાગી છૂટ્યા છે. અતરિયાઓએ સુગંધી અર્કોના કૂડલે કૂડલા ખૂટવાડ્યા છે, પણ બદબો દબાતી નથી. નાની નાની માખીઓ જ નહિ પણ મોટા મોટા નરકભક્ષી માખા પણ કોણ જાણે કઈ દુનિયાને કાંઠેથી દોડ્યા આવીને દરબારગઢમાં બણબણી રહ્યા છે. વાજા ઠાકોરનું પીંડ રૂના પોલમાં લપેટાઈને પડ્યું રહે છે. રજાઈઓ ને તળાઈઓ બાકી રહી નથી. પડ્યો પડ્યો એ એક જ પોકાર પાડે છે : "અગનના અંઘોળ ! અગનના અંઘોળ ! અગનના અંઘોળ !"

"એ ભાટ ક્યાં ગયાં ? એનાં છોકરાંને તેડાવોને ! મારે જોવાં છે." આવું આવું એ લવતો થયો.

પાસવાનોનાં મોંમાં જવાબ નહોતો. ભાટવાડો ઉજ્જડ હતો. ભાટનાં છોકરાં ઈશ્વરને આંગણે રમવા ગયાં હતાં.

"મારે ભાટોનાં છોકરાં ભેળું રમવું છે. સાત તાળી દાવ રમવો છે. મને હેમાળા ભેળો કરો. હવે મારે લેપ દવા નથી કરાવવાં. હેમાળા ભેળો કરો.

મ્યાનામાં રૂના પોલની બિછાત કરી. વીંજલ ઠાકોરનો રક્ત નીતરતો દેહ સગાંવ્હાલાંઓએ હિમાલયની ઉત્તરાદી દિશામાં ઉપાડી મૂક્યો.