પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છઠ્ઠું

૪૪


-ળિકે દોડીને એને જોરાવરીથી બથમાં લીધો. એ બાથના શીતળ સ્પર્શે વીજલના રોમેરોમમાં ઉપડેલા દાહ ઉપર એકાએક ઠારક વળી. ને એના મોંમાંથી 'હા...શ!' એટલો ઉદ્ગાર ઊઠ્યો.

'છેટા રહો રા'! ગંગાજળિયા, છેટા રહો.' બોલતો વીજલ પોતાના લોહીપરૂનાં કણો લઇને માખીઓને માંડળિકના ખુલ્લા દેહ ઉપર બેસતી જોતો હતો.

'હવે છેટા રહીને શું સાચવવું હતું વાજા ઠાકોર ! પાછા વળો.'

'ટાઢક તો બહુ વળવા લાગી રા', પણ મારાં પાપ...'

'પુણ્યે પાપ ઠેલાય છે વીજલજી. પાછા વળો. ત્રિપુરારિ સૌ સારાં વાનાં કરશે.'

'ત્રિપુરારિને જ શરણે જાઉં છું રા'. અહાહા ! કોઠો કાંઇ ટાઢો થતો આવે છે!'

'માટે ચાલો પાછા. ત્રિપુરારિ જૂનાગઢને જશ અપાવશે.'

માખીઓ ઊડવા માંડી. લોહીપરૂના ટશીઆ સૂકાવા માંડ્યા.

'ચાલો પાછા.'