પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સાતમું

૫૦


'અરેરે ! રજપૂતો છે ને ડરે છે એક જુવાન પરદેશીથી?'

'કોણ છો તમે?' જુવાન પહેરેગીરે બાકોરામાંથી પૂછ્યું.

'ભાઇ, અમે ભૂત નથી. તમ જેવાં જ માણસું છીએ.'

'ક્યાંથી આવો છો?'

'ગરમાં દોંણ ગઢડેથી.'

'કેવાં છો?'

'ભીલ.'

'ભીલાં તો માળાં સાળાં જીવતાં જ ભૂત છે ને. ક્યાં જાવું છે?'

'રાતવાસો રે'વું છે. ને સવારે ઠાકોર પાસે નોકરીની અરજ કરવી છે.'

તાળામાં ફરી વાર ચાવી ફરી. બારી ઊઘડી. સાદ આવ્યો: 'આવો અંદર.'

મા ને દીકરો દાખલ થયાં ત્યારે બેય બાજુએ ખુલ્લી તરવારે દસ દસ જણ ઊભા દીઠા.

જુવાનને હસવું આવ્યું. એને વીમાસણ થઇ. મારો બાપ શું આ ડાચાંને લઇને સોમનાથને જુદ્ધે સીધાવ્યો હશે?

રજપૂત ચોકીદારોની મશાલો પૂરી શગે જલતી હતે. તેમણે પોતાની તરવારોનાં તોરણ નીચે મોં મલકાવતા જુવાનને જોઇ જરાક શરમ અનુભવી. એને પાસે તો તરવાર પણ નહોતી. એના કમ્મરબંધમાં એક નાનો છરો હતો, ને એને ખભે વાંસનું કામઠું હતું. એની પીઠ ઉપર પચાસેક તીરનો ભાથો ડોકીયાં કરતો હતો. પણ