પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ આઠમું

૫૬


'અમારું કોઇ સગું સાગવી એ તરફ નથી સાંભળ્યું ભાઇ ! ને તારો વેશ પણ વિચિત્ર છે. રાજપૂતો ચામડાંના ડગલા નથી પહેરતા. તારી કમ્મરે તરવાર નથી. આ તીરકામઠું શું તેતર સાંસલા મારવા માટે છે, કે કાંઇ ભડવીરાઇ કરી જાણછ?'

'કાકા બાપુ, મારા ગોઠીઆ તો ગરના સાવઝ છે. તમને હું એબ લગાડું તેવી રીતે મેં તીરકામઠું વાપરેલ નથી.'

'કેવો છો?'

'કેવો - કેમ કરી કહું ! તમે મને ગણો તેવો.'

'તારે શું કહેવું છે ભાઇ?'

'કાકાબાપુ, માએ તમને એકલાને કહેવાનું કહ્યું છે.'

'હાલ આમનો.'

બાજુના ઓરડામાં ગયેલા એ બેઉ જણા થોડીવારે બહાર નીકળ્યા ત્યારે દુદાજીના મોં ઉપર ત્રાંબાનો ધગધગતો અગ્નિરસ જાણે રેલાયો હતો. ને જુવાનનો ચહેરો ભોંઠામણમાં ગરકાવ હતો.

'જા ભાઇ !' દુદાજી એ જુવાનને જણાવ્યું : 'જૂનેગઢ પોગી જા. ત્યાં કોટવાળીમાં તને નોકરી જડશે. આંહી તો જગ્યા નથી. ને ખબરદાર જો ફરી આવ્યો છો ને, તો જીવતો હાથીલામાંથી જાવા નહિ પામ. તારી ચાલાકી રા'માંડળિક પાસે ચાલશે, આંહી હાથીલાના રાજમાં નહિ ચાલે, હો કે ભત્રીજા !'

દરબારગઢની દેવડીમાંથી એ જુવાન પાછો ફરતો હતો ત્યારે ગુણિકા તળાવની અંદર તરતી બતકો એની સામે તાકતી હતી. એની પાછળ પાછળ ભાલાળા ચોકીદારો એને ધકાવતા ધકાવતા ચાલતા હતા. એની