પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ આઠમું

૫૬


'એમ કેમ?'

'એનું કારણ એમ કે મોટા બાપુનું નામ હતું વેગડોજી. વેગડો એટલે સીધાં પાધરાં લાંબાં શીંગ વાળો ધોરી. તારા બાપુની ભેળા એ ભીલરાણ જ પોતાના ભીલોનું દળકટક લઇને ગયેલા. દરવાજા આડા રહીને લડેલા. પાદશાની ફોજ એને વીંટળી વળી, બીજા બધા નાની બારીએથી કિલ્લામાં પેસી ગયા, મોટા બાપુને ને ય ઘણું કહ્યું કે વેગડાજી, પાછલી નાઠાબારીએથી અંદર આવી જાવ. પણ મોટા બાપુજી તો વટદાર, એટલે જવાબ વાળ્યો કે 'હું કહેવાઉં વેગડો. મારાં તો શીંગ છે પાધરાં. મારું એ જીવ્યા મૂવાનું બિરદ. હું પાછલી સાંકડી બારીએથી કઇ રીતે ગરૂં? શીંગ મારા આડાં આવે છે. એટલે કે બિરદ મારૂં મને સંતાઇ જતો રોકે છે. હું વેગડો ! ગઢબારીમાં ગરૂં નહિ.' એમ કહેતા કહેતા લડ્યા ને ખપી ગયા. એનો તો દુહોય ગીરમાં કહેવાય છે કે-


વેગડ વડ ઝુંઝાર
ગઢ બારીએ ગર્યો નહિ
શીંગ સમારણહાર

અંબર લગે અડાવિયાં

એટલે કે એનાં શૂરાતનનાં શીંગ તો ઠેઠ આકાશ લગી અડી ગયાં.

જુવાનના હ્રદયની આરસી ઉપર પોતાના પિતા અને માના પિતા, બેઉની આકૃતિઓ પ્રતિબિમ્બ પાડતી રહી. ખાંભીઓ પાસે પહોંચવાના હરખમાં ને હરખમાં એના પગ જોરથી ઉપડ્યા.

'હવે તો મારે તને એક બીજે ઠેકાણે ય લઇ જવો છે. જોઉં તો ખરી, તારી બેન એ સગપણ કબૂલે છે કે નહિ?' માની આંખો