પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩

ઝેરનો કટોરો


નથી. એ સુલતાનીઅતનો પ્રત્યેક દિન તને તાલીમ આપવામાં ને મોટો કરવામાં ગયો છે.'

'હવે હું મોટો થઇ ચૂક્યો છું દાદા.'

'બસ, તો હું પણ રવાના થવા તૈયાર છું. તેં ઝહર ન આણ્યું હોત તો પણ હું તો દરવેશ જ બનત.'

'એ જોખમ હું કેમ ખેડી શકું?'

'કંઇ ફિકર નહિ. લાવ કટોરો.'

ઝેરનો પ્યાલો પોતાના હાથમાં લઇને એણે પૌત્રને કહ્યું : 'બેસ બેટા, થોડી ભલામણો કરી લઉં તેટલી વેળા મંજૂર છે?'

'બોલો બાબાજાન.'

'પહેલી વાત તો એ કે જે લોકોએ તને આ કામ કરવા ચડાવ્યો છે, તેમની દોસ્તી ન રાખતો. તેમને ય બીજી દુનિયાના દરવાજા દેખાડજે. દગલબાજનું લોહી હલાલ છે.'

એ બોલવામાં સુલતાનનો સુર કશો જ ફરક બતાવતો નહોતો. મોતનો કટોરો પોતાના કલેજાની, ને હોઠની નજીક છે તેનો કશો ય રંજ નહોતો.

'ને બીજું બેટા, દારૂથી દૂર રહેજે. એ છંદથી પાદશાહે ચેતતા રહેવું. શરાબના પ્યાલામાં દુઃખનો તોફાની દરિયો છૂપાયો છે.

'ત્રીજી સલાહ, રાજમાં બખેડો કરાવનાર શેખ મલીકને ને શેર મલીકને જિંદગીના તખ્તા પરથી સાફ કરજે.'

'ચોથું, દીનો દરવેશોની ફિકર રાખજે. રાજા પોતાની રૈયતને