પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ દસમું
તીર્થના બ્રાહ્મણો

ગુપ્ત પ્રયાગના ત્રિવેણી-તીરે સ્નાન કરતા ને શિવ-પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા.

'સાંભળ્યું ને? વીજલજીનાં રગતપીત રા'એ કાઢ્યાં.'

'ચારણ્યનો શરાપેલ ખરોને, એટલે કાઢી શકાય.બામણનો શરાપ કાઢે જોઉં રા' માંડળિક?'

'એમાં એની શી સદ્ધાઇ? એ તો ગંગોદકના પ્રતાપ.'

'કોનો પ્રભાવ એ નક્કી કરવું હોય તો મોકલોને રા'ની પાસે ઓલી રક્તપીતીઅલ ભાટડીને.'

'રા' તે એને બથ ભરે?' એક બોખલા બુઢ્ઢાએ કહ્યું. સર્વ બ્રાહ્મણો હસ્યા.

'રા' ની આસ્થા ય દિ'માં દસ વાર બદલે છે. સવારે ગંગોદકે નહાય, પછી પાછા ચારણોની જોગમાયાઓની પણ સ્તુતિઓ સાંભળે,