પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ દસમું

૭૨


બ્રાહ્મણો વેલડાને છોડી એ તીર છોડનાર તરફ ધસ્યા. એમણે પોતાની સામે પોતાના જ વર્ણથી દીપતો, ખુલ્લે દેહે આરસમાં ઉતારેલો એવો જુવાન જોયો. જુવાને બીજું તીર તૈયાર રાખ્યું હતું. એણે પડકાર આપ્યો: 'બ્રહ્મહત્યા તો બ્રહ્મહત્યા, પાપભેળાં પાપ. પણ હવે જે આવ્યો છે એના હાથનું નહિ, માથાનું જ લોહી ચખાડીશ આ તીરને.'

બ્રાહ્મણો ખમચાયા.

'આવજો દાંણેશર.' ભીલ માતાનો પુત્ર બોલ્યો : 'ત્યાં તમારી વાટ જોઇશ.'