પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માંડળિક પહેલેથી જ દુરાત્મા હોત તો હું એને આવી કથાનો પાત્ર નાયક ન બનાવત. શરૂથી આખર સુધી એકધારો દુષ્ટ અથવા ખલ વાર્તાનાયક કદાપી Tragedy ના આલેખનને લાયક નથી. કેમકે તેના પ્રત્યે કરૂણા નિષ્પન્ન થઈ શકે નહિ. તેના મનોવ્યાપારોનાં અધોગામી પરિવર્તનો આલેખવામાં કલમ અનુકમ્પાનાં અશુઓ ટપકાવી શકે નહિ.

માંડાળિક બે સ્ત્રીઓને પરણેલો તે પણ ઐતોહાસિક માહેતી છે. કુંતાદે હાથાલા (અરઠીલા)ની રાજકુમારી ખરી, પણ સોરઠી ઇતિહાસોમાંથી દોહન કરી સર્વ વાતો લખનાર કેપ્ટન બેલ એને ભીમજી ગોહિલની દીકરી કહી ઓળખાવે છે અને એનો ઉછેર એના કાકા દુદાજી ગોહિલના ઘરમાં દેખાડે છે. વસ્તુતઃ ભીમજી ગોહિલના તો હમીરજી, દુદાજી ને અરજણજી ત્રણે દીકરા હતા. કુંતાદે કોની દીકરી, તે વિષેની મારી માહેતીને વહીવંચાના ચોપડાનો આધાર છે કે કેમ તે મેં જોયું નથી, પણ દુદાજી જો કુંતાનો કાકો થતો હોય તો એ અરજણજીની જ દીકરી હોઇ શકે એવો તોડ ઉતારીને મેં હમીરજીને એનો કાકો બતાવેલ છે. એ કુંતાદેએ રા' માંડાળિકના જીવનમાં ભજવેલ આખોય ભાગ તો મારી કલ્પનાનું જ આલેખન છે.

રા'ના ગંગોદક-સ્નાનના પ્રભાવે ઊનાના વીજા વાજાનો કોઢ ટળ્યો એટલી વાત ભગવાનલાલના ઇતિહાસમાંથી મળે છે. સોમનાથના મંદિરમાં માંડળિકને પડેલો પ્રસંગ મારો કલ્પેલ છે. નાગબાઇના પૌત્ર નાગાજણ ચારણ સાથે રા'ની દોસ્તી, દોસ્તીનું તૂટવું, તૂટવાનાં કારણો, વગેરેને લોકકથાઓનો જ આધાર છે. માંડળિકને અમદાવાદ જઇ મુસલમાન બનવું પડ્યું, ત્યાં એ પોક મૂકીને એકાંતે રડતો હતો, એનું મુસ્લિમ નામ ને એની કબર - વગેરે વાતોને મિરાતે સિકંદરીનો આધાર છે. માંડળિક વટલ્યો હતો તે તો સર્વસ્વીકૃત છે.

ખરો ખુલાસો ભીલકુમારના પાત્ર સંબંધે કરવોઇ રહે છે. હમીરજી ગોહિલની કથા ઇતિહાસમાન્ય છે, એ ઇતિહાસમાં એક નાનકડું વાક્ય આ છે:

'હમીર તેની (ભીલકન્યાની) ભેળો એક રાત રહ્યો, તેથી તે બાઇને ઓધાન રહ્યું. વાઘેરમાં દીવ પરગણે જે કોલિઓ છે તે પોતને આ મિશ્ર ઓલાદમાંથી ગણાવે છે.' [ સૌ. દેશનો ઇતિહાસ - ભગવાનલાલ સં]

મારે માટે આ એક જ ફકરો બસ થઈ પડ્યો. હમીરજીનો પુત્ર હમીરજીની