પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩

આઈ નાગબાઈ


સારૂ તું મોગળ (મોખરે) થા. જા, તને મેંણું નહિ બેસે. અંધારૂં ભાળીને બીશ મા. હાલી જાજે. હળાબોળ કળજુગમાં કેડો પાડતી હાલી જજે. ને બાપ! એક વાતની ગાંઠ વાળજે. રાજદરબારથી તારી પ્રજાને છેટી રાખજે.'

* * *

પછી તે રાત્રિયે એક આદમી ગામ પાદરની ખાંભીઓ વચ્ચે, મસાણમાં, સીમમાં, સીમાડા બહાર, નદીમાં, વોંકળામાં, વાવો ને કૂવાઓને કાંઠે દોટાદોટ કરતો હતો. આસપાસના સૂતેલાં ગામડાં નિર્જન વગડામાં ઊઠતી ચીસો સાંભળતાં હતાં-

'ક્યાં ગયાં? તમે ક્યાં ગયાં ? સુંદરી, ક્યાં ગયાં?

વળતા દિવસ અજવાળું થયું ત્યારે એક આદમી નખશીખ લૂગડાં વગરનો, ઝાળે ઝાંખરે ને ઝાડનાં થડની ઓથે લપાતો લપાતો બેબાકળો, વસ્તીથી દૂર ભાગતો હતો.

'આ કોણ છે નાગો?'

'એલા ભાઇ, આ તો આપો ભૂંથો રેઢ : માતાજીનો વરદાનધારી : અરર, નાગોપૂગો ! કોઇએ લૂંટ્યો?' લોકો ચકિત બન્યા.

'એને કોઇ લૂગડાં નાખો. ઝટ એની એબને ઢાંકો.'

લૂગડાં ફેંક્યા - નગ્ન આદમી લૂગડાં ઝીલવા જાય છે : એનો હાથ લૂગડાંને અડકે તે પહેલાં અદ્ધર ને અદ્ધર લૂંગડાંનો ભડકો થઈ જાય છે.

ગામો ગામ ભમે છે, સીમેસીમ રઝળે છે. લોકો પોતાનાં પછેડી અને ફાળિયાં ફેંકે છે. પછેડી ને ફાળિયાં એના શરીરને અડે ન અડે ત્યાં સળગી