પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બારમું
સોમનાથના મંદિરમાં

"ઉપલો બનાવ બની ગયાંને પચીશેક વર્ષ વીત્યાં છે. દાતાર ડુંગરાની તળાટીમાં આવેલી મઢીમાંથી છાનોમાનો એક મ્યાનો નીચે ઊતરે છે. મ્યાનામાં બેઠેલા એક બિમાર આદમીને એક જૈફ દરવેશ વિદાયનો બોલ કહે છે : 'જાવ મેરે પ્યારે, હિંદુ તરીકેની તમારી ફર્જ છે કે પોતાના જ દેવસ્થાના પાસે હાજર થઈ, તમને મળેલી નવા બદનની બક્ષીસ બદલ ઈશ્વરના શુકર ગુજારવા. રગતપીતનો રોગ તમને મેં નથી મિટાવ્યો, તમારા જ સાચા દેવે મિટાવેલ છે. એનાં જ પેદા કરેલા આ આબોહવા છે : એણે જ દુનિયાના કલેજામાં આ રોગ મિટાવનાર પાણીના ઝારા મૂકેલ છે. એની દુવા ગાઓ, ને ઈન્સાનીઅતનો માર્ગ ફરીવાર કદી ના ચૂકો.'

એવી વિદાય દેનાર વૃદ્ધ દરવેશ દાતાર જ્મીયલશા હતા. મ્યાનામાં બેઠેલ આદમી વીજો વાજો હતો. ગરવા દેવ ગિરનારની વનૌષધિ અને દાતાર-તળેટીનાં ઝારાનાં જળની એની સારવારના બાર મહિના પૂરા થયા હતા. એને લઈને રા' જાતે સોમનાથ જતા હતા. રાણી કુંતાદેને પણ વેલમાં જોડે લીધાં હતા.

ચાલશો ને ?' રા'એ કુંતાદેને કહ્યું : 'તમારે ય ગઢ જૂનાની ગાદીનો વારસ જોશે ને? માગજો માગજો સોમૈયાજીની પાસે.'