પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ જાણે કે મારો અભિપ્રાય થયો. એ અભિપ્રાય એક પાગલની ધૂન પણ હોય. મારો અભિપ્રાય મહાસભાવાદીઓને માન્ય ન હોય તો તેમણે મને પડતો મૂકવો જોઇએ. કેમકે રચનાત્મક કાર્ય ક્રમ વિનાની સવિનયભંગની લડત હું લડવા જાઉં તો લકવાથી જૂઠો પડેલો હાથ ચમચો ઉપાડવા જાય તેના જેવું થાય

પૂના, ૧૩-૧૧-૧૯૪૫

પરિશિષ્ટ


પશુસુધારણા

[ગોસેવાને રચનાત્મક કાર્યક્રમમાં એક અંગ તરીકે સમાવી લેવા વિશે ગાંધીજીએ લખ્યું હતું તે નીચે આપ્યું છે. -- જીવણજી દેસાઈ]

ગાંધીજીના શ્રી જીવણજી પરના કાગળમાંથી ઉતારો:

સોદપુર

૧૬-૧-'૪૬


"...ગોસેવા વિશે रचनात्मक कार्यक्रम માં વધારવાનું લખો છો એ બરોબર લાગે છે. હું તેને पशुसुधारणा ગણાવું. એ નહોતું રહી જવું જોઈતું એમ માનું છું. હવે બીજી આવૃત્તિ વખતે વાત. જો તમારી ચાલુ આવૃત્તિ ઝટ ખૂટી જાય ને કંઈ સુધારાવધારા સૂઝે તો તે આપ પણ જણાવજો..."

કૉંગ્રેસનું સ્થાન ને કામ

હિંદી રાષ્ટ્રીય મહાસભા દેશની જૂનામાં જૂની રાજદ્વારી કાર્ય કરનારી રાષ્ટ્રીય સંસ્થા છે. અનેક લડતો કરી તેણે અહિંસાને રસ્તે આઝાદી મેળવી. એવી સંસ્થાને આપણાથી મરવા ન દેવાય. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી ને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો મરી જાય. કૉંગ્રેસે રાજકીય સ્વતંત્રતા સિદ્ધ કરી પણ દેશની આમવસ્તીને માટે આર્થિક સ્વતંત્રતા, સામાજિક સ્વતંત્રતા તેમજ નૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું કામ હજી તેણે કરવું બાકી છે. એ ત્રણ પ્રકારની સ્વતંત્રતા