આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાખ્યાના ગુનાહ માટે મને કોણ જાણે કેવો દંડ થાય ? હવે તો જે બન્યું છે તે કાયમ રાખવું એ જ માર્ગ છે. | |
રાઈ : | તમને યોગ્ય લાગે તેમ તમે કરજો. તમારા વિચાર જાગ્રત કરવાને માટે મેં તમને દીવાનું મૂળ સ્થાન જોવા મોકલ્યા હતા. દેહરામાંની અને દીવાની બધી ગોઠવણ મેં કરેલી છે. તમે તપાસ કરી હોત તો જણાત કે એ ધડ અને માથું મીણના છે. અને એ ટપકે છે તે લોહી નથી પણ લાલ રંગનું પાણી છે. |
શીતલસિંહ : | મહારાજ ! એ બધો શ્રમ શા માટે લીધો? |
રાઈ : | તે દિવસે નગરમાં મસ્તકપૂજાનો ગરબો [૧]સ્ત્રીઓ ગાતી હતી, તે સાંભળી તમે કહેલુંકે જે મસ્તક પૂજા કરી રાજ્ય માગે તેની વંછા મહાદેવ બીજે જન્મે પૂરી કરે. તેથી મને મળેલા રાજ્ય વિશે તમારા મનમાં વિચાર ઉત્પન્ન કરવા મેં આ ઘટના કરેલી. |
શીતલસિંહ : | મહારાજ ! બુદ્ધિવડે, પ્રભાવવડે અને ભાગ્ય વડે આપ રાજા થવા યોગ્ય છો. મને આપના નિષ્ઠાવાન ભકત તરીકે સ્વીકારશો. કાલે સાંજે આપ ભોંયરામાંથી નીકળી સવારી ચઢાવશો ત્યારથી આપ ગુર્જરેશ પર્વતરાય છો, અને હું આપનો સદાનો વફાદાર સામંત શીતલસિંહ છું. હવે આપણે જવું જોઈએ. આપને ભોંયરામાં દાખલ થવાનો વખત થયો છે, અને જાલકાને અધીરાઈ થતી હશે.
[બન્ને જાય છે] |
᠅
અંક ચોથો
૯૫