પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



જ કંઈ હશે ! [૧]
વંજુલ : ઘરેણાં લૂગડાં અને ભોજન એ ત્રણ વડે જ સ્ત્રીઓની પૂજા કરવાનું મનુ ભગવાને કહ્યું છે. [૨]ઘરેણાં-લૂગડાં વસાવ્યાથી આપણા ઘરની મિલકત થાય; અને વળી, તે સ્ત્રીઓ

પાસેથી પાછાં લઈ લેવાં નહિ એવું ભગવાને ક્યાં કહ્યું છે? [૩]અને બાઈડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે ? ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપણે વધતી-ઓછી રાતબ નથી આપતા ? બાઈડીઓ જાણે કે અમારું મન રખાય છે ને ફાયદો થાય ધણીઓને એવો સ્મૃતિનો હેતુ છે.

સાવિત્રી : ભગવન્ત તને રાજમહેલમાં પુરિહિતની પદવી અપાવે તો તારા શાસ્ત્રજ્ઞાનનો લાભ મહારાજને મળે, અને તે દ્વારા આખા દેશનો ઉદ્ધાર થઈ જાય.
વંજુલ : ભગવન્તને મેં એક બે વખત એવી વિનંતિ કરેલી, પણ તેમણે કહ્યું કે રાજાના પુરોહિતને તો રાજા સાથે યુદ્ધમાં જવું પડે, તે તું જઈશ ? તેથી મેં વિચાર કરીને જવાબ દેવાનો બાકી રાખ્યો છે.
કમલા : ઘેર તરવાર ઝાલવાનો અભ્યાસ કરો તો હિંમત આવવા માંડે.
વંજુલ : તરવાર ઉઘાડી હોય તો મારાથી સામું જોવાતું નથી, ત્યાં તરવાર ઝાલવાની વાત ક્યાં કરો છો?
કમલા : આ સવારીમાં તો ઉઘાડી તરવારોવાળા ઘોડેસવારો ઘણા હશે.
વંજુલ : એવું ટીખળ આપણાને ના ગમે. લડાઈમાં જઈને હથિયારની રમત કરવી હોય તો કરે, પણ, એ સિપાઇડાં વસ્તીમાં હથિયાર તાણી લોકોને શા સારુ બિવરાવતાં હશે.
સાવિત્રી : જો સવરી આવી પહોંચી !
વંજુલ : ક્યાં છે ? હું તો હજી કોઈ માણસો આવતાં દેખતો નથી.
૯૮
રાઈનો પર્વત
 
  1. પૃષ્ઠ ૧૭૯
  2. પૃષ્ઠ ૧૭૯
  3. પૃષ્ઠ ૧૮૦