પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ મહારાજના મુખ પર આવિર્ભાવ હતો.
સાવિત્રી : આપણને બન્નેને જુદા જુદા ચહેરા સાથે મળતાપણું લાગે છે, ત્યારે આપણાં બન્નેની કલ્પના ખોટી હોવી જોઈએ.
વંજુલ : મને કોઈ સાથે મળતાપણું ના લાગ્યું તે હું કેવો ડાહ્યો ?
સાવિત્રી : તારા ડહાપણ વિશે શંકા છે જ નહિ. તારા ડહાપણને મહારાજના ચહેરા પરા કઈ વૃત્તિ વધારે જણાઈ – આનન્દ કે આશ્ચર્ય કે ચિન્તા ?
વંજુલ : પણ, લોકો બારીએથી કે રસ્તામાંથી ‘પર્વતરાયા મહારાજકી જે’ પોકારતા હતા ત્યારે તો તે તરફ મહારાજ પ્રસન્ન દ્રષ્ટિથી જોતા હતા.
વંજુલ : મારું ધ્યાન તો એવે વખતે ભગવન્ત મહારાજની પાછળ બેઠા બેઠા સોના રૂપાનાં ફૂલ નીચે ફેંકતા હતા તે કોના હાથમાં આવે છે તે જોવામાં જતું હતું. જુઓ, સવારી તો પૂરી થઈ ગઈ ને પડી રહેલાં ફૂલ સવારી ગયા પછી હાથમાં આવવાની મારા જેવા કોઈએ આશા રાખી હોય તો તે વ્યર્થ છે. રસ્તામાં તો કચરો જ રહ્યો છે.
સાવિત્રી : કચરાની સોના રૂપા જેવી કિંમત કરી શકનાર કોઈ હોય તો કચરો પડ્યો ન રહે.
વંજુલ : એવો હૈયાફૂટો કોણ હોય?
સાવિત્રી : દુનિયા કચરાની કદર કરતાં શીખશે ત્યારે જ એ પ્રશ્નનો ઉત્તર મળશે. ત્યારે જ દુનિયાને સમજાશે કે,

કોનું આખું, કોનું હૈયું ફૂટેલું,
કોની સાચી, કોનિ ખોટી પરીક્ષા:-
એ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી,
જેણે જોયો સાર નિઃસારમાંનો ૫૯

[નોકરરવેશમાં પ્રવેશ કરે છે.]
 
૧૦૨
રાઈનો પર્વત