આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાઈ : | રાણી ! ભૂલો છો, હું તમારો પ્રાણનાથ નથી |
લીલાવતી : | (આંસુ ઢાળતી) આ અભાગિયા હૃદયે આપના પ્રેમ વિષે શંકા કરી હતી. તેની સજા તેને થવી જ જોઈએ. પરમતું શું મારા પ્રત્યેનો પ્રેમ આપના હૃદયમાંથી એવો લુપતા થઈ ગયો છે કે શેષ કંઈ રહ્યું જ નથી? |
રાઈ : | હું કહું તો ધૈર્ય રાખશો ? |
લીલાવતી : | આધાર ખસી જાય ત્યાં ધૈર્ય શી રીતે ટકે ? પરંતુ, આપ કહો તે સાંભળવું એ મારો ધર્મ છે. |
રાઈ : | હું પર્વતરાય નથી. |
લીલાવતી : | હેં ! ત્યારે મારા પ્રિય સ્વામી ક્યાં છે? |
રાઈ : | તેઓ છ માસ પર સ્વર્ગવાસી થયા છે. હું તો માત્ર તેમનો વેશ ધરીને આવ્યો છું. |
લીલાવતી : | હા ! પ્રભુ !
[મૂર્છા પામી નીચે પડે છે. રાઈ લીલાવતીને પડતાં પડતાં પોતાના બે હાથ પર ઝીલી લે છે.] |
રાઈ : | અહો ! જે સ્પર્શથી દૂર રહેવા મેં ઝીણી ઝીણી સાવચેતીઓ લીધી તે સ્પર્શ આખરે મારી મેળે વહોરી લેવો પડ્યો ! આવાસના દ્વારમાં આવકાર વેળાએ અકસ્માત્ પાસે ન આવે, માટે અંદર ઊભાં રહી મળવાની લીલાવતીને સૂચના કરી. દર્પણો પાસે એ મને સાથે ન લઈ જાય, માટે મહેલમાં દર્પણો મૂકવાની રાજા વગર માગ્યે મોકલાવી; પણ એના આ અચેતના શરીરને ભોંય પર પડવા દઉં એવી ક્રૂરતા કેમ થાય ? એને હવે સ્વસ્થતાની જરૂર છે. ( લીલાવતીને ઊંચકીને પલંગા પર સુવાડે છે.) પવનથી એને કાંઈ કરાર થશે. ( પાંખો લઈ પવન નાખે છે.) એનું માથું આમ તકિયા પાછળ ઝૂલી જશે તો મગજે લોહી ચઢી જશે.) (લીલાવતીનું માથું ઊંચું કરી ખસેડી તકિયા પર ગોઠવે છે.) એકા ક્ષણમાં શરીર |
અંક પાંચમો
૧૦૫