આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વીણાવતી : | લેખા ! તને આં શું થયું છે ? આવું આવું વિચિત્ર શું કરે છે ? આં કટારી કેમ પેટીમાં મૂકી ? |
લેખા : | તમે પ્રેમનું નામ દઈ રહ્યાં છો, ને પ્રેમીઓ ઉતાવળાં હોય છે. હું કહું તેની નિરાશામાં આકળાં થઈ તમે કાંઈ સાહસ કરી બેસો એ બીકે મેં આં કટારી મૂકી દીધી. |
વીણાવતી : | નિરાશા આવશે ત્યારે એક નિસાસાનો આઘાત બસ નહિ થાય કે કટારીના આઘાત ની જરૂર પડશે? |
લેખા : | તમને પ્રેમના પુસ્તકો કડી વાંચવા આપ્યાં જ નથી, તોયે તમે એવાં પુસ્તકોમાં લખ્યું છે તેવું જ બોલો છો ! હમણાં કહ્યું તેવો જ દુહો મેં વાંચ્યો છે. |
વીણાવતી : | કેવો દુહો ? |
લેખા : |
(दुहो) ‘कोई कटारी कर मरे, कोई मरे विख खाय; |
વીણાવતી : | પણ એવું વસમું છે શું તે તો કહે. |
લેખા : | તમે મારી પાસે આવીને ભોંયે બેસો.
[બન્ને જમીન પર બેસે છે.] |
લેખા : | તમને તમારાં માતા જોયેલાં સાંભરે છે ? |
વીણાવતી : | બિલકુલ નહિ. હું નાની હઈશ. |
લેખા : | ત્યારે તો એમના છેવટનાં મંદવાડનું ક્યાંથી સંભારણ હોય? |
વીણાવતી : | નહિ જ. |
લેખા : | એમને જ્યારે એમ સમજાવ્યું કે આ મંદવાડથી નહિ ઉઠાય ત્યારે એમને તમારે માટે બહુ ચિન્તા થઈ, તમારું લગ્ન જોવાનો દિવસ આવશે. એનો એમને ભરોસો ન રહ્યો. તેથી એમણે મહારાજાને આગ્રહ કર્યો કે હું જીવું છું ત્યાં સુધીમાં વીણાવતીને પરણાવી દો. |
અંક છઠ્ઠો
૧૩૫