પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



લેખા : પણ, એવા અજાણ્યા પુરુષને મળવું યોગ્ય છે?
વીણાવતી : જેને હ્રદયે જાણ્યો તે અજાણ્યો કેમ કહેવાય ?
લેખા : હ્રદયે જાણ્યો તે તો ઠીક, પણ એ કોણ છે તેની ખબર નહિ કાઢો ?
વીણાવતી : હું તને સર્વ કહીશ, અને તેના ગુણ તું સાંભળીશ ત્યારે તું પણ તેને જોવા ઉત્કંઠીત થઈશ. હવે હું તારાથી ગુપ્ત રીતે એને નહિ મળું. એ આવશે ત્યારે તને જોડેના ખંડમાં રાખીશ, પણ અત્યારે તો આપણે બન્ને અસ્વસ્થતા ભૂલી જવા સારું વાડીમાં જઈ ફૂલ વીણીએ.
[ બન્ને જાય છે.]
 

પ્રવેશ ૫ મો

સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

[વીણાવતી અને જગદીપ સંભાષાણ કરતા પ્રવેશ કરે છે.]

વીણાવતી : લેખાની એ બધી દલીલ નિષ્ફળ ગઇ, ત્યારે એણે મને કહ્યું કે તમે દુઃખી થવાને સરજાયેલાં છો એમ માની લો.
જગદીપ : વિધાતા પર કેવો દુષ્ટ આરોપ ! પછી તેં શું કહ્યું?
વીણાવતી : મેં લેખાને પૂછ્યું કે આ વાડી બહારનું જગત્ આ વાડી જેવું જ છે કે કાંઇ જુદી જાતનું છે? એ બોલી કે જગત તો બધે એકસરખું જ છે. ત્યારે મેં કહ્યું કે આ વાડીમાં તો હું એકેએક ખૂણે ફરી છું અને કોઈ પુષ્પ, પલ્લવ, પશુ કે પક્ષીને દુઃખી થવા સરાજાયેલાં દીઠાં નથી.

કળિઓ ફૂટીને ખીલતી, જન્મી પતંગો ઊડતાં,
ગતિ આવતાં મૃગશાવકો ક્રીડા કરન્તા કૂદતાં;
આ વાડીમાં ઉલ્લાસ અર્થે સૃષ્ટિ સઘળી ઉદ્ભવે.
હું એકલી સરજાઈ શું દુર્ગતિવિધાને કો નવે? ૮૬

જગદીપ : કુદરત તારી આગળ ખરે સ્વરૂપે પ્રગટ થઈ છે અને
અંક છઠ્ઠો
૧૩૯