આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.) ખરે! સંજ્ઞા કહ્યા છતાં તમે મને ના ઓળખી ? | |
શીતલસિંહ : | મંજરી ! સંજ્ઞા તો મેં પારખી, પણ મને એમ થયું કે વખતે બીજું કોઇ સંજ્ઞા જાણી ગયું હોય, અને તે હોય તો? |
મંજરી : | થોડા વખતમાં ઘણું કરવાનું, અને તેમાં આમ બીતા અને અચકાતા ફરશો તો કામ કેમ પાર પાડશો ? |
શીતલસિંહ : | કામ એવું જોખમનું છે કે આખરે ફાવીએ નહિ તો માર્યા જવાનો વખત આવે, પણ તારી હિમ્મત જોઉં છું ત્યારે કોઇ કોઇ વાર મને પણ હિમ્મત આવે છે. વારુ, હવે કહે લીલાવતી રાણીસાહેબ આગળ દત્તક લેવાની વાત બીજા કોઇ પાસે કરાવવાનું તારાથી બન્યું છે કે નથી બન્યું ? |
મંજરી : | જેને પૂછું છું તે કહે છે કે મારાથી એ નહિ બને ? |
શીતલસિંહ : | એનું શું કારણ ? |
મંજરી : | સહુ જાણે છે કે ભગવન્ત આ દત્તવિધાનની વિરુધ્ધ છે. |
શીતલસિંહ : | ભગવન્ત વિરુધ્ધ હોય તો તેથી શું થઈ ગયું ? રાણીસાહેબ પોતાની ઈચ્છાથી દત્તક લેવા મુખત્યાર છે. |
મંજરી : | મુખત્યાર તો છે, પણ હવે તો રાણીસાહેબને ભગવન્ત પર એવી શ્રધ્ધા બેસી ગઈ છે કે એમને પૂછ્યા વિના સ્વપ્નાવસ્થામાં પણ પગલું ન ભરે. |
શીતલસિંહ : | પહેલાં તો રાણી સાહેબ ભગવન્તથી કાંઈક નારાજ રહેતાં. |
મંજરી : | પણ, જાલકા સાથે તકરાર થઇ અને રાણી સાહેબની તબિયત બગડી ત્યારે શ્રીમતી તેમની પાસે હતાં. અને, તેમના આશ્વાસનથી એવી શાન્તિ મળી કે રાણી સાહેબ તેમને ઘડી ઘડી બોલાવવા લાગ્યાં. અને રાણીસાહેબનો |
અંક સાતમો
૧૫૩