આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨)
सद्रशं चेश्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ॥
भगवद्गीता, अध्याय ३, श्लोक ३३
અર્થ: જ્ઞાનવાન પણ પોતાની પ્રકૃતિનાં સરખી ચેષ્ટા કરે છે. પ્રાણીઓ પ્રાકૃતિને અનુસરે છે; નિગ્રહ શું કરશે? (રોક્યાથી શું થશે)
● ● ●
(૩)
पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्व गुरुर्गरीयान् ।
न त्वत्समो स्त्यभ्यधिक: कुतो न्यो लोकत्रये प्यप्रतिमप्रभाव ॥
भगवद् गीता अध्याय ११ श्लोक ४३
અર્થ: જેના સરખો કોઈનો પ્રભાવ નથી એવા હે (પરમેશ્વર) તું સ્થાવર જંગમ જગતનો પિતા છે, પૂજ્ય છે, મોટો ગુરુ છે(गुरुर्गरीयान् એવો પાઠ લેતાં 'મોટાથી પણ વધારે મોટો છે') ત્રણે લોકમાં તારા સરખો પણ બીજો નથી (તો) (તારાથી) અધિક (કોઈ) ક્યાંથી હોય ?
● ● ●
૧૭૬
રાઈનો પર્વત
- ↑ ‘રાઈ’ એ ‘રાયજી’ , એ નામનો ‘જી’ કાઢી નાખતા થયેલું નામ છે.
‘પરબત’ નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં ‘પરબત’ એવો શબ્દ પણ અન્થી. ‘પર્વત’ ઉપરથી ભવાઈઆઓએ ‘પરબત’ કર્યું હોય, અને ‘પરબત’ કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે.
‘રોઈકું પરબત કરે’ એનું ગુજરાતી ભાષાન્તર ‘રાઈને પર્વત કરે’ એવું થાય; તેને બદલે ‘રાઈનો પર્વત કરે’ એવું મને વધારે ઠીક લાગ્યું છે.