પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વગરની, અધર્મગજ્ઞ) અનએ અમંત્ર (મંત્ર વડે પાપ દૂર કરવા અસમર્થ છે) અને અસત્ય (જેવી અશુભ છે.)

● ● ●

तस्मादेता: सदा पूज्या भूषणाच्छदिनाशनै:
भूतिकामैर्नरैर्नित्यं सत्कारेषूत्सवेषु च ॥
मनुस्मृति अध्याय ९, श्लोक ५९

અર્થ: તેથી, સમૃદ્ધિ ઇચ્છનારા જનોએ એઓને (સ્ત્રીઓને) ભૂષણ, વસ્ત્ર અને ભોજનથી સત્કારોમાં (=હર્ષના પ્રસંગોમાં) અને ઉત્સવોમાં પૂજવી.</ref>ઘરેણાં લૂગડાં વસાવ્યાથી આપણા ઘરની મિલકત થાય, અને વળી, તે સ્ત્રીઓ પાસેથી પાછાં લઈ લેવાં નહિ એવું મનુ ભગવાને ક્યાં કહ્યું છે ? અને , બાયડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે? ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપણે વધતી ઓછી રાતબ નથી આપતા ? બાયડીઓ જાણે કે અમારું મન રખાય છે ને ફાયદો થાય ધણીઓનો એવો સ્મૃતિનો હેતુ છે. <ref>

अपत्यं धर्मकार्याणि शुश्रूषा रतिरूत्तमा ।
दाराधीएनस्वथा रवगः पितृणामात्मनश्च ह ॥
मनुस्मृति, अध्याय ९, श्लोक २८

અર્થ: સંતાનની ઉત્પત્તિ (અજ્ઞિહોત્ર વગેરે) ધર્મકાર્યો,સેવા, ઉત્તમ રતિ પિત્રોનું અને પોતાનું સ્વર્ગ : (એ સર્વ) ભાર્યાઓને આધીન છે અર્થાત્ ભાર્યા વડે મળે છે.

● ● ●

(૧૦)


यत्र नार्यस्तु पूज्यते रमन्ते तत्र देवता: ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:॥
शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम।
न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा ॥
मनुस्मृति अध्याय ३, श्लोक ५६, ५७

અર્થ: અને જ્યાં નારીઓ પૂજય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે છે; અને જ્યાં એઓ = (=નારીઓ)પૂજાતી નથી ત્યાં સર્વ ક્રિયાઓ (ધર્મક્રિયાઓ) અફળ (જાય છે.)

જે કુલમાં સ્ત્રી સગામો શોક કરે છે તે કુલ જલદી નાશ પામે છે; જે કુલમાં એઓ શોક કરતી નથી તે કુલ સર્વદા વૃદ્ધિ પામે છે.


● ● ●

પરિશિષ્ટ
૧૭૯