પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३५–श्रीमती (आद्रकुमारनी पत्नी)

સન્નારી વસંતપુર નગર નિવાસી ધનદત્ત શ્રેષ્ઠીની પુત્રી હતી. ઉcચ શિક્ષણ અને દેખરેખના પ્રભાવે એ સર્વ વિદ્યામાં કુશળ નીવડી હતી. એક દિવસ તે પોતાની સાહેલીઓ સહિત દેવમંદિરમાં રમવાને ગઈ. ત્યાં આગળ આદ્રકુમાર નામનો યુવાન યતિ ધ્યાન ધરી રહ્યો હતો. એનું સૌંદર્ય જોઈને બાલિકા શ્રીમતી મુગ્ધ થઈ ગઈ.

રમતાં રમતાં એક કન્યા કહેવા લાગી: “આ મંદિરમાં જેટલા થાંભલા છે તેમાંથી એક એકને આપણે પસંદ કરીને વર બનાવીએ.” તે ઉપરથી બધી કન્યાઓએ એક એક થાંભલાને વર ગણીને પકડી લીધો. શ્રીમતીને માટે એકે સ્તંભ રહ્યો નહિ, એટલે એ આદ્રકુમાર યતિને વળગી પડી અને બોલી: “મારો વર આ ભટ્ટારક ?” એ વચન નીકળતાંની સાથે આકાશવાણી થઈ કે, “સારું થયું !”

શ્રીમતી યતિને પગે પડીને કહેવા લાગી: “આ ભવમાં તમે જ મારા પતિ થજો.” યતિ સમજી ગયો કે આજ જે બનાવ બન્યો છે તેને લીધે મારા યતિપણામાં અવશ્ય ભંગ પડવાનો પ્રસંગ આવશે, માટે અહીંયાં વધારે રહેવું સારૂં નથી. એમ વિચારી એ બીજે સ્થળે વિહાર કરી ગયા.

શ્રીમતી મોટી થઈ. એના રૂપ ગુણ, તથા એના પિતાના વૈભવથી આકર્ષાઈ અનેક કુળવાન યુવકોએ તેને સારૂ માગાં મોકલ્યાં; પણ શ્રીમતી તો આદ્રકુમારને પોતાનું હૃદય અર્પણ કરી ચૂકી હતી. એણે તો બધાનાં માગાં પાછાં ઠેલ્યાં અને જણાવ્યું કે, “મેં તો એ દેવમંદિરમાં જે યુવકને સ્વામી તરીકે સ્વીકાર્યો છે તેજ મારો પતિ થશે.”

તેના પિતાએ કહ્યું: “અજાણ્યા યતિ ઉપર તું મોહી પડી છે. એનું ઠામઠેકાણું તને ખબર નથી, એ ક્યાં છે, કેવો છે, કેવા