પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
રાજમાતા જીજાબાઈ



લુકજી પાછળ આવે છે, એના હાથમાં જીજાબાઈ આવશે તો લાખ તોયે એની છોકરી હોવાથી એ એને દુઃખ નહિ દે. થયું પણ એમજ. શાહજી રાજા શિવનેરીના કિલ્લાથી થોડા ગાઉ આગળ પહોંચ્યા હશે એટલામાં જાધવરાવ કિલ્લામાં પહોંચ્યા. લોકોએ તેમને સમજાવ્યા કે, “શાહજી રાજ સાથે તમારે શત્રુતા છે, પુત્રી જીજાએ તમારો કાંઈ અપરાધ કર્યો નથી. એના રક્ષણનો પૂરતો બંદોબસ્ત કરવો એ તમારી ફરજ છે. મોગલો પાછળ આવી રહ્યા છે, ન કરે નારાયણ અને જીજાબાઈ એમના હાથમાં સપડાશે તો એથી તમારી આબરૂ પણ ધૂળમાં મળી જશે, માટે જમાઈની શત્રુતાનો વિચાર આ સમયે ન આણતાં છોકરીના રક્ષણનો વિચાર કરો.” હિતસ્વીઓની આ વાજબી સલાહ જાધવરાવને ગળે ઊતરી, તેમનું હૃદય પીગળ્યું અને તે પુત્રી જીજાબાઈને મળવા ગયો. જીજાબાઈએ પિતાને ઘણો ઠપકો આપ્યો અને કહ્યું કે, “મારા પતિને બદલે હું તમારા હાથમાં આવી છું, જે કાંઈ સજા કરવી હોય તે મને કરો.”

જાધવરાવે સ્નેહપૂર્વક પુત્રીને માથે હાથ ફેરવ્યો અને કહ્યું: “જેવી બુદ્ધિ સૂઝવાની હતી તે સૂઝી અને વેરભાવ બંધાયો. હવે તેનો કાંઈ ઉપાય નથી. તારે ક્યાં જવું છે તે મને કહે. તારે સિંદખેડા જવું હોય તો હું તને સુરક્ષિતપણે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરૂં.” જીજાબાઈએ ઉત્તર આપ્યો: “મારા સ્વામી મને જ્યાં મૂકી ગયા છે ત્યાંજ હું રહેવા માગું છું. મારે પિયેર નથી આવવું. પુત્રીનો એવો નિશ્ચય જોઈને જાધવરાવે તેના રક્ષણ માટે ત્યાં વધારાનાં કેટલાંક માણસો રાખ્યાં. એ પ્રમાણે પતિત્રતા જીજાબાઈ પતિની ઈચ્છાને માન આપીને એમણે નક્કી કરેલે સ્થાનેજ રહી. પોતાના પતિ સાથે જીજાબાઈના પિતાએ વેર બાંધ્યું હતું એ એને જરા પણ પસંદ નહોતું. પતિનું અપમાન કરનાર પિતાની છાયામાં એ સુરક્ષિત રહેવા કરતાં જોખમ વેઠીને પતિના મિત્રના શરણમાં રહેવુંજ તેણે યોગ્ય વિચાર્યું. એમ પણ કહેવાય છે કે ત્યાર પછી એ કદી પિયેર ગયાં નહોતાં. દેવસેવા અને ધર્મમાં મૂળથીજ જીજાની ગાઢી ભક્તિ હતી. સ્વામી એકલી છોડીને ગયા હતા, પિતાએ પણ શત્રુની સ્ત્રી ગણીને તેને નજરકેદ કરી રાખી હતી, સંસારમાં હવે જીજાને માટે બીજું કંઈ કામ નહોતું એટલે જીજાએ એકાગ્રચિત્તે દુર્ગની