પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



ક્રૂર અને વિશ્વાસઘાતી યવનોની સેવા કરી સંપત્તિવૈભવ ભોગવીને આનંદ કરવો એ નિંંદ્ય અને વિપત્તિજનક છે, એવું જીજાબાઈ પુત્ર શિવાજીને અહર્નિશ કહેતાં હતાં. જીજાબાઈ દૃઢ ધર્મશીલ હોવાથી ઘરમાં હંમેશાં ધર્મશાસ્ત્રનાં પુસ્તકો વાંચતાં હતાં. શિવાજી મહારાજને પણ બાલ્યાવસ્થાથીજ કથા સાંભળવાનો શોખ લાગ્યો હતો. રામ, રાવણ, પાંડવ, કૌરવ, વગેરેના યુદ્ધનાં વર્ણનો સાંભળતાં જ તેમનું શરીર કંપાયમાન થતું હતું અને સ્વમાતાના મુખથી પોતાના પૂર્વજોનું પરાક્રમ પુનઃ પુનઃ સાંભળવાથી તેજ પ્રમાણે વર્તન કરી, સ્વજીવનનું સાર્થક કરવું, એવી મહેચ્છા શિવાજી મહારાજ સમજણા થયા ત્યારથી તેમના હૃદયમાં ઉતપન્ન થઈ ને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી હતી.

“શિવાજી મહારાજ નાનપણથી જ બુદ્ધિમાન અને ચપળ હોવાથી તેમને જે કહેવામાં આવતું તે તેઓ સારી પેઠે સમજી ને યાદ રાખતા. જીજાબાઈનો સ્વભાવ ઘણો ધીર, ગંભીર અને અભિમાની હતો. શિવાજી મહારાજમાં માતાના સહવાસથી અને બોધથી માતાના ગુણ સંપૂર્ણ રીતે આવ્યા હતા. મહારાજ ઉત્તમ આચરણવાળા થાય, કુસંગતિમાં પડે નહિ, તેમ કોઈ દુર્વ્યસન કે એશઆરામ તેમને ઘેરે નહિ એ સંબંધી જીજબાઈ ઘણી જ કાળજી રાખતાં. જીજાબાઈએ મહારાજને બાલ્યાવસ્થાથીજ યુદ્ધોપયોગી કળા શીખવવાની વ્યવસ્થા કરી રાખી હતી. જીજાબાઇના એવા સુશિક્ષણથી મહારાજના શરીરમાં સાહસ, શૌર્ય, વીર્ય, ધૈર્ય, સદાચારપ્રીતિ, સ્વધર્મનિષ્ઠા વગેરે સદ્‌ગુણોનો વિકાસ ઉત્તમ રીતે થયો હતો; પરંતુ મહારાજના હૃદયમાં એ સર્વ વૃત્તિ કરતાં એક વિશેષ મહત્તવની વૃત્તિ પ્રેમાળ માતાના બોધ વડે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર વિકસિત થતી ગઈ અને તેના પ્રભાવ વડે મહારાજનું નામ જગતના ઇતિહાસમાં અજરામર થઈ ગયું છે. એ વૃત્તિનું નામ ‘સ્વાતંત્ર્યપ્રીતિ’ છે. મુસલમાનના તાબેદાર થઈ પરતંત્રતામાં આયુષ્ય વ્યતીત કરી, તેમના પર વિશ્વાસ રાખી એકનિષ્ઠા વડે અને પ્રમાણિકપણે ગમે તેટલી તેમની સેવા કરવામાં આવશે તો પણ તેની કાંઈ પણ કદર થવાની નથી અને ખરૂં સુખ મળવાનું નથી, એવા વિચારની ગળથૂથી માતા જીજાબાઈએ શિવાજી મહારાજને સુવાવડમાંથીજ પાઈ હતી. તેથી પરતંત્રતાથી કેટલું નુકસાન થાય છે, કેટલો