પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જૈનયુગનાં સ્ત્રીરત્નો



પાંચ સમિતિ એટલે સદાચાર જૈન ધર્મમાં માન્યા છે.

(૧) ઇર્યાસમિતિ:—રાત્રે જીવજંતુ પગ તળે ચગદાઈ જાય માટે રાત્રે ન ચાલવું. ધોરી રસ્તે, જ્યાં માણસો જતાં આવતાં હોય અને જ્યાં જીવજંતુ થોડાં વસતાં હોય ત્યાં દિવસે પણ એવી સંભાળથી ચાલવું કે જીવજંતુ પગ તળે ચગદાય નહિ.
(૨) ભાષા–સમિતિ:—કોમળ, હિતકારી, મીઠું અને સત્ય તથા ન્યાયને અનુસરતું બોલવું. અસત્ય કે ક્રોધ, અભિમાન, કપટ વગેરે દોષોથી ભરેલું ન બોલવું.
(૩) એષણા–સમિતિ:—યતિએ એવી રીતે ભિક્ષા માગવી કે જેમાં કોઈ પ્રકારનો દોષ ન થાય.
(૪) આદાનનિક્ષેપણા–સમિતિ:—વસ્ત્રાદિક ચીજો એવી રીતે રાખવી, એની લેમૂક એવી રીતે કરવી કે, જેથી કોઈ જાતનો દોષ ન લાગે.
(૫) પરિષ્ઠાપના સમિતિ:—કફમૂત્રાદિક શરીરનો મેલ એવે ઠેકાણે અને એવી રીતે નાખવો કે જેમાં કોઈ જાતનું પાપ ન થાય.

જૈનધર્મ કહે છે કે, મન, વાણી અને કાયાને શુદ્ધ રાખવાં તથા તેમને એવી રીતે સાચવવાં કે જેથી તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો દોષ થવા ન પામે. એને ત્રણ ગુપ્તિ કહે છે.

પ્રત્યેક મનુષ્યે રાતદિવસ નીચેના ચાર પ્રકારના ભાવ હમેશાં પોતાના મનમાં લાવવા એ જૈનશાસ્ત્રનો ઉપદેશ છે.

(૧) મૈત્રી:—પ્રાણીમાત્રમાં મિત્રભાવ રાખવો; સર્વના અપરાધ ક્ષમા કરવા અને કોઈ ઉપર વેર રાખવું નહિ.
(૨) પ્રમોદ:—પોતાના કરતાં જે ચડિયાતો હોય તેના પ્રત્યે વિનયથી વર્તી, અર્થાત્ એની સ્તુતિવંદના અને સેવા કરી આનંદ આપવો.
(૩) કારુણ્ય:—કરુણા, દયા, દીન અને દુઃખી જીવોને ઉપદેશ વગેરેથી સુખ થાય એમ કરવું.
(૪) માધ્યસ્થ:—ઉપેક્ષા કરવી. જેઓ તદ્દન જડ હોઈ ઉપદેશ ગ્રહણ કરી શકે એવા ન હોય તેમના પ્રત્યે ક્રોધ ન આણતાં ઉપેક્ષા કરવી.

જૈનધર્મમાં વૈરાગ્યને મોટું સ્થાન છે અને યતિઓને