પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



ચાલી જાય તો શિવાજી કોને આધારે મોગલોના પ્રબળ સામર્થ્ય આગળ ટકી શકે? શિવાજીએ તેમજ બીજા બધાઓએ જીજબાઈને એ પ્રમાણે સમજાવી. ઘણો વિચાર કર્યા પછી જીજાને ગળે પણ એ વાત ઊતરી. એણે સતી થવાનો સંકલ્પ છોડી દીધો અને જિંદગીપર્યંત બ્રહ્મચારિણી વિધવા તરીકે રહીને પુત્રના વીરધર્મ અને રાજધર્મમાં સહાયતા આપવાનો નિશ્ચય કર્યો.

શિવાજીએ રાજ્યો જીતીને એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. એ રાજાની માફક પ્રજાના ઉપર શાસન ચલાવતા હતા, પણ હજુ સુધી એમણે ‘રાજા’ નામ ધારણ કર્યું નહોતું; કારણકે પિતા શાહજી જીવતા હતા અને એ રાજ્ય સ્વીકારીને રાજા થવાને નાખુશ હતા; એટલે પિતાની હયાતીમાં પુત્ર રાજાની ઉપાધિ કેવી રીતે ધારણ કરી શકે? શિવાજી જેવા મહાપુરુષ પિતાનું એવું અપમાન કરી શક્યા નહિ. હવે પિતા સ્વર્ગવાસી થયા હતા. રાજ્યના લોકો પણ શિવાજીને રાજા કહેવા સારૂ ઘણા આતુર થઈ રહ્યા હતા, એટલે રાયગઢના કિલ્લામાં ઈ. સ. ૧૬૭૪ ના જૂનની ૧૬ મી તારીખે શિવાજી મહારાજ મોટા સમારંભ સાથે રાજ્ય-સિંહાસન ઉપર બિરાજ્યા. એજ દિવસથી એ મહારાજા છત્રપતિ શિવાજી કહેવાવા લાગ્યા. તેમના નામના સિક્કા પણ ટંકશાળમાં પડવા લાગ્યા.

મોગલોની સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. શિવાજીએ વારંવાર એના રાજ્ય ઉપર ચડાઈ કરીને સૂરત વગેરે શહેરો લૂંટ્યાં. ઔરંગઝેબે અંબરાધીશ જયસિંહ અને દિલેરખાં નામના બે મુખ્ય સેનાપતિઓને શિવાજીની વિરુદ્ધ લડવા માટે મોકલ્યા.

ગમે તેમ તોયે જયસિંહ રાજપૂત હતો. શિવાજીની વીરતા જોઈને એ મુગ્ધ થઈ ગયો અને એક હિંદુ રાજાનું ગૌરવ જોઈને એ પોતાને ગૌરવાન્વિત સમજવા લાગ્યો. થોડો વખત યુદ્ધ થયા પછી તેના પ્રયત્નથી શિવાજીએ જીતેલો મુલક મોગલોને પાછો આપી દીધો અને ઔરંગઝેબ સાથે સંધિ કરવા તે તૈયાર થયા. એ પણ નક્કી થયું કે, થોડા વખત પછી શિવાજીએ દિલ્હી જઈને ઓરંગઝેબની મુલાકાત લેવી.

પુત્ર સંભાજીને સાથે લઈને શિવાજી મહારાજ દિલ્હી પધાર્યા. તેમની ગેરહાજરીના સમયમાં રાજ્યનું કામ રાજમાતા જીજાબાઇના હાથમાં સોંપવામાં આવ્યું. કેટલાક વિશ્વાસુ અને