પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
મરાઠા વીરાંગના તારાબાઈ



પહેલાં મહારાષ્ટ્ર ઉપર ચડાઈ ન કરતાં, એમની સાથે યુદ્ધ શરૂ કર્યું. ત્રણ વર્ષની અંદર એ બન્ને રાજ્યનો નાશ થયો. શિવાજીની સંધિ મુજબ સંભાજીએ એમને કાંઈ પણ મદદ આપી નહિ, દક્ષિણ ભારતના મોટા ભાગ ઉપર મોગલોનું રાજ્ય સ્થપાયું.

હવે ઔરંગઝેબે મહારાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું. અવ્યવસ્થિત દુર્બળ મરાઠા રાજ્યના કિલ્લાઓ ઉપર કિલ્લાઓ ઓરંગઝેબના હાથમાં આવતા ગયા અને આખરે દુર્ભાગી સંભાજી પણ સહકુટુંબ ઔરંગઝેબના હાથમાં કેદ પકડાયો.

ઔરંગઝેબે સંભાજીને મુસલમાન ધર્મ સ્વીકારવાને આગ્રહ કર્યો. સંભવ છે કે, એ વખતે સંભાજી મુસલમાન થઈ જાત તો ઔરંગઝેબ તેને પોતાના રાજ્યમાં કોઈ મેટી જાગીર કે ઊંચી નોકરી આપત અને સંભાજી પહેલાંની પેઠેજ મોજમજામાં પોતાનું જીવન ગાળત; પણ હજાર તોયે શિવાજીના બીજથી જ તે જન્મ્યો હતો. રાજપુત્ર અને રાજા સંભાજી તરીકેની સ્વતંત્ર અવસ્થામાં જે મહત્ત્વ તે દેખાડી શક્યો નહોતો, તે મહત્વ આજ રાજપાટ ખોઈને કેદી બનેલા સંભાજીએ બતાવ્યું. ઘણી જ નિર્દયતાપૂર્વક પોતાને મારી નાખવામાં આવશે એ જાણવા છતાં પણ સંભાજીએ ઘણીજ ધૃણા અને તિરસ્કાર સાથે ઓરંગઝેબને કહી દીધું કે, “તમારાથી થાય તે કરી નાખો, પણ હું કદી મુસલમાન થવાનો નથી.”

તરતજ ઔરંગઝેબે સંભાજીનો વધ કરવાની આજ્ઞા આપી.

જલ્લાદોએ તપાવેલા લોઢાના સળિયાથી તેની આંખ વીંધી નાખી, તેની જીભ કાપી નાખી અને એ પ્રમાણે અત્યંત રાક્ષસી રીતે એ વીર પુત્રનો જીવ લીધો. વીર સંભાજીએ ચુપચા૫ આ બધી નિર્દયતા સહન કરી; આખી જિંદગીના પાપનું આવું સખ્ત પ્રાયશ્ચિત્ત કરીને સંભાજી પરલોકમાં પિતાજીની પાસે ચાલ્યો ગયો.

સંભાજીના પુત્રને ઔરંગઝેબે પોતાની પાસે રાખીને ઘણા લાડથી ઉછેરવા લાગ્યો. એ બાળકનું નામ એણેજ 'શાહુ' પાડ્યું.

મરાઠા રાજ્ય પડું પડું થઈ રહ્યું હતું. નૂતન જીવન અને નૂતન બળથી જાગૃત થયેલી મરાઠા જાતિનું હમેશને માટે અધઃપતન થવાનાં ચિહ્ન જણાવા લાગ્યાં હતાં. જીજાબાઈ અને