પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



એટલે મોગલો પ્રતિ તેને શ્રદ્ધા તથા પ્રેમ હતો. એ લોકો પોતાની જાતિના અને દેશના શત્રુ છે, એમ ધારીને મોગલો ઉપર કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ રાખતાં એ શીખ્યો નહોતો.

બહાદુરશાહે જોયું કે, યુદ્ધમાં મરાઠાઓને હરાવવા અસંભવિત છે, માટે શાહજીને બંદીખાનામાંથી છોડી દઈને મરાઠાઓનો રાજા બનાવવામાં આવે, તો તે સહજમાં મોગલોને તાબે થશે અને કોઈ પણ જાતની શત્રુતા રાખશે નહિ. બધા મરાઠાઓ મોગલના તાબામાં રહેવાનું પસંદ નથી કરતા, તો પણ ઘણા લોકો શાહુના પક્ષમાં રહેશે અને આખરે એ લોકોમાં માંહોમાંહી કલહ ઉત્પન્ન થશે તથા આંતરવિગ્રહને પરિણામે તેઓ દુર્બળ થઈ જઈને આખરે મોગલોને વશ થશે.

બહાદુરશાહે શાહુને મુક્તિ આપી. તેનો ઉદ્દેશ પણ સફળ થયો. શાહુ શિવાજીના જ્યેષ્ઠ પુત્ર સંભાજીનો પુત્ર હોવાથી, ન્યાય અને ધર્મ અનુસાર મરાઠા રાજ્યનો ખરો અધિકારી હતો. તેનો એ અધિકાર સ્વીકારીને જ રાજારામે પોતે કોઈ દિવસ રાજાની ઉપાધિ સ્વીકારી નહોતી. હવે મરાઠા આગેવાનોમાંથી કેટલાક તારાબાઇનો પક્ષ છોડી દઈને શાહુના પક્ષમાં ગયા; એમાં બાલાજી વિશ્વનાથ નામનો એક બ્રાહ્મણ મુખ્ય હતો.

શાહુ મોગલોના તંબૂમાં કેદ હતો, તે અરસામાં રાજારામે પોતાની શક્તિથી મહારાષ્ટ્રનું રક્ષણ કર્યું હતું. રાજારામના અનેક ઉપકારનું સ્મરણ કરીને, મરાઠા આગેવાનોએ તેના પુત્રને રાજા બનાવ્યો હતો. પુત્રની તરફથી આટલા દિવસ સુધી ઘણાં વિઘ્નમાંથી જે મરાઠા રાજ્યનું સંરક્ષણ કર્યું હતું, જે રાજ્યની હજુ પણ તે આગેવાની હતી તે રાજ્ય, મોગલોને હાથે ઉછરેલા, મોગલો ઉપર સ્નેહ રાખનારા તથા જાતીય-ગૌરવના વિચાર વગરના, નાજુક, ભોગવિલાસમાં મશગૂલ થયેલ શાહુના હાથમાં સોંપી દેવું તારાબાઈને વાજબી લાગ્યું નહિ. શાહુના હાથમાં રાજ્ય સોંપવું અને મોગલોના હાથમાં સોંપવું, એ તારાબાઈને એકસરખું લાગ્યું. એ વિચારથી તારાબાઈ પોતાના સ્વદેશાભિમાનમાં દૃઢ થઈને બેસી રહી.

તારાબાઈ જાણતી હતી કે, બાલાજી વિશ્વનાથ ઘણો વગવસીલાવાળો પુરુષ છે. શાહુને જો બાલાજી વિશ્વનાથ પોતાના