પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તારા ધ્યાનમાં નિમગ્ન રહે છે. તમે બંને એક બીજાને મળશો એમાં જરા પણ સંદેહ નથી. તું સંતોષ રાખજે કે જરૂર એક દિવસ એવો આવશે કે જ્યારે એનું કલંક ધોવાઈ જશે અને જગત એને ખરો સ્વામીભક્ત ગણશે.”

સરયૂએ આશ્ચર્યદૃષ્ટિથી સાધુની તરફ જોયું. તેણે કહ્યું: “ભગવન્ ! મેં આપને કહીં જોયા હોય એમ લાગે છે.”

સાધુએ કહ્યું: “સંભવ છે. સાધુઓ હમેશાં ફરતા રહે છે. મેં રઘુનાથને પણ જોયો છે અને એની વાત પણ સાંભળી છે. એ તારા સિવાય બીજી કશી વાત કરતો નથી અને એણે પ્રતિજ્ઞા લીધી છે કે, ‘સરયૂ સિવાય હું બીજી કોઈ વસ્તુનું ધ્યાન નહિ ધરૂં.’ સરયૂ કદાચ તારૂં જ નામ હશે.”

સરયૂ વધારે આશ્ચર્ય પામી. તેણે કહ્યું: “હા, હુંજ અભાગણી સરયૂ છું, એ મળે તો એમને અવશ્ય કહેજો કે, તમારા વગર સરયૂ જળ વગરની માછલીની પેઠે તરફડે છે.”

સરયૂનો પ્રેમ જોઈ એ સાધુનું હૃદય પણ તરફડી ઊઠ્યું. એ ઘણી મુશ્કેલીથી હૃદયનો વેગ રોકીને કહેવા લાગ્યોઃ “હે સુંદરિ! સત્યનો સદા જય થાય છે. અસત્યનું રાજ્ય ઘણા દહાડા રહેતું નથી. રઘુનાથ રજપૂત છે, અસલી ૨જપૂત છે. એ નિમકહરામી નથી કરતો. આજકાલ એનો અવળો દહાડો છે અને શરમ અને શોકને લીધે એ સંતાઈ બેઠો છે.”

સરયૂએ પોતાની આંખોમાંનાં આંસુ લોહી નાખીને કહ્યું “મહારાજ ! આપ જ્યારે એમને પાછા મળો, ત્યારે કહેજો કે તમારી સરયૂએ સદેશો કહાવ્યો છે કે, આળસુ અને નિરાશ થઈને કદી બેસી ન રહેશો. દુનિયામાં કોઈ ને કોઈ પરાક્રમ કરી બતાવવા માટેજ ૨જપૂત જન્મ લે છે. આળસ છોડી દઈને કાંઈ પણ ઉપાય કરો અને લાગેલું ખોટું કલંક ધોઈ નાખી સૂર્યની પેઠે કીર્તિરશ્મિ ચારે તરફ ફેલાવો. સરયૂની તરફથી ખાતરી રાખજો કે એ મરતાં સુધી પણ આપને વીસરશે નહિ. મરતે મરતે પણ તેની જીભ ઉપર તમારું નામ રહેશે.”

સાધુએ પૂછ્યું: “ધન્ય છે અબળા ! જ્યાં આ પ્રેમ છે, ત્યાંજ જીવનની ખરી મજા છે; પણુ તું એક વાત કહે, તને પૂરી ખાતરી છે કે એ નિમકહરામ નથી ?”