પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४६–ताइबाई

થોડાં વર્ષ પહેલાં મુંબઈ ઇલાકામાં કરાડ પ્રાંત ભવાનરાવ પંત પ્રતિનિધિના તાબામાં હતો. ભવાનરાવના મૃત્યુ પછી એ પ્રાંત તેમના પુત્ર પરશુરામ પંતના હાથમાં આવ્યો. પરશુરામ પંતને ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંની એક જાતની ઘાંચણ હતી; પણ એ સૌથી વધારે પતિવ્રતા અને સદ્‌ગુણી હતી. તેનું નામ તાઇબાઈ હતું. પિતાના મૃત્યુ પછી રાજ્યનો કારભાર પરશુરામ પંતના હાથમાં આવ્યો, ત્યારે રાણીઓ ઘણી પ્રસન્ન થઈ અને પરશુરામ પંત પોતે પણ ઘણા ફુલાઈ ગયા. શા માટે ન ફુલાય ? સાધારણ મનુષ્યને પોતાના ઘરનો અધિકાર મળી જાય છે તોયે ખુશ થઈ જાય છે, તો પરશુરામ પંતને તો આખા પ્રાંતનો અધિકાર મળ્યો હતો; પરંતુ પોતાને મળેલા કામને પૂર્ણ પણે નિભાવવાની અને ચલાવવાની મનુષ્યમાં શક્તિ હોય છે, ત્યારે જ તેનું પૂર્ણ સુખ અનુભવાય છે. રાજ્યકારભાર ચલાવવો એ કાંઈ સહેલું કામ નથી. એને માટે તો ઘણી વિદ્વત્તા અને ચતુરાઈની જરૂર પડે છે. પરશુરામ પંતમાં રાજ્ય ચલાવવાની કોઈ યોગ્યતા નહોતી. એ ઘણોજ દુરાચારી હતો, તેથી લોકો તેની ઘણી ઘૃણા કરતા હતા. તાઇબાઈ પતિના બધા દોષો જાણતી હતી અને તેથી રાજ્યની લગામ તેના હાથમાં રહે એ તેને પસંદ નહોતું. જે દિવસે ભવાનરાવ પંતનો સ્વર્ગવાસ થયો, તે દિવસે બીજી બે રાણીઓ તો પોતાના પતિના હાથમાં રાજ્ય આવ્યાથી ઘણી ખુશ થઈ, પણ તાઇબાઈના મનમાં તો નવો ભય ઉત્પન્ન થયો કે, રખેને પતિની અશક્તિને લીધે રાજ્યમાં કોઈ જાતનો ઉપદ્રવ મચે.

પોતાથી બનતું ત્યાંસુધી તાઇબાઈ પતિને ઘણું સમજાવતી અને દુ:ખી પ્રજા ઉપર દયા અને ન્યાય કરવાની શિખામણ આપતી રહેતી; પરંતુ પરશુરામ પંત એ સોના જેવી શિખામણોને