પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५४-नीरकीकुमारी

મા૨વાડના રાજા જસવંતસિંહનો પુત્ર અજિતસિંહ હતો. અજિતસિંહનો પુત્ર રાજા રામસિંહ હતો. એક વખત રામસિંહને પોતાના કાકા ભક્તસિંહ સાથે તુમુલ યુદ્ધ ઉપસ્થિત થયું. મારવાડના સરદારોમાંથી કેટલાક રામસિંહના પક્ષમાં અને કેટલાક ભક્તસિંહના પક્ષમાં જતા રહ્યા.

મેહત્રીનો સરદાર રાજાના પક્ષમાં હતો. એ સરદારને એક મહાવીર તેજસ્વી પુત્ર હતો. યુદ્ધનું તેડું આવતાંવા૨જ મેહત્રી સરદાર પોતાના અનુચરો અને સૈનિકોને એકઠા કરીને, યુદ્ધ યાત્રાની તૈયારી કરવા લાગ્યો; પણ તેનો વીર પુત્ર એ વખતે ત્યાં હાજર નહતો. એ નીરકીના સરદારની કન્યાને પરણવા માટે ત્યાં ગયો હતો.

વરકન્યા ચોરીમાં બેઠાં હતાં. પુરોહિત વરકન્યાને હસ્તમેળાપ કરાવીને મંત્રો ભણી રહ્યો હતો, એજ વખતે યુદ્ધનું આમંત્રણ નીરકી પહોંચ્યું.

વિદ્રોહી કાકાએ પોતાના રાજાની વિરુદ્ધ યુદ્ધ આરંભ્યું છે અને રાજભક્ત સરદાર રામસિંહને મદદ કરવા સારૂ વગર વિલંબે યુદ્ધક્ષેત્રમાં જશે, એ ખબર તેને એ વખતેજ પહોંચી.

યુદ્ધ ઉપસ્થિત થયું હતું અને વિપત્તિમાં આવી પડેલો રાજા સરદારોની મદદ માગતો હતો, આથી વીર મેહત્રીકુમાર ઘણોજ અધીરો થઈ ગયો. વીર યુવક વિવાહના આસન ઉપર બિરાજ્યો હતો, છતાં તેનું ધ્યાન તે તરફ નહોતું. “યુદ્ધ ઉપસ્થિત થયું છે, રાજાનું આમંત્રણ છે, પિતાજી તથા બીજા સગાંસંબંધીઓ રાજાની મદદે જાય છે, એટલે હું વિવાહના આનંદમાં નિશ્ચિંત કેવી રીતે બેસી રહું ? બધા બખ્તર પહેરીને, ઢાલતલવાર બાંધીને, ઘોડેસવાર થઈને યુદ્ધમાં જઈ રહ્યા છે અને હું કોમળ વરરાજાના વેશમાં વરાસન ઉપ૨ કોમળ રમણીનોને હાથ પકડીને