પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
શ્રેષ્ઠીકન્યા અસામાન્યા



રાજમહેલમાં અત્યંત સુખ અને વૈભવમાં નિવાસ કરતી હતી, તેને આજે એક ગરીબ સ્ત્રીનું શરણું લેવું પડ્યું! એ ગરીબ સ્ત્રીને ત્યાં એ દોઢેક મહિના સુધી રહી. પેલી તરફ અસામાન્યાને જ્યારે ખબર પડી કે, સિરાજનું મૃત્યુ થયું છે અને ગુલબેગમ નિરાધાર છે, ત્યારે એ તેની શોધમાં નીકળી અને શોધતાં શોધતાં ગુલ જે સ્ત્રીને ત્યાં રહેતી હતી, ત્યાં આવી પહોંચી. ગુલને જ્યારે ખબર પડી કે, કોઈ સ્ત્રી એની શોધ કરે છે, ત્યારે એને વહેમ પડ્યો કે રખે આ પણ એના દુશ્મનનું કંઈ તરકટ હોય અને તેઓ વિશ્વાસઘાત કરીને એની એકની એક બાળકીનો પણ પ્રાણ લઈ લે. આટલા સારૂ એ અસામાન્યાને મળ્યા વગર છાનીમાની દિલ્હી તરફ જવા નાસી આવી. તેનો વિચાર એ હતો કે દિલ્હી જઈને મોગલ શહેનશાહના ચરણોમાં બાળકીને મૂકવી અને તેના પાલનપોષણને માટે બંદોબસ્ત કરાવવો.

અડધી ગાંડા જેવી, જગતશેઠની કન્યા અસામાન્યા, પોતાની ધૂનમાં ને ધૂનમાંજ ગુલબેગમની પાછળ ચાલી. ગુલને ખબર પડી કે કોઈ એની પાછળ પડ્યું છે. એ બિચારીને શી ખબર કે અસામાન્યાનો ઉદ્દેશ કેવો ઉત્તમ હતો ? આખરે નાસતાં નાસતાં એ ગંગા નદીને કિનારે આવી પહોંચી અને ત્યાં અસામાન્યાએ તેને પકડી પાડી, આજ એના પતિના મૃત્યુને ત્રણ વર્ષ થયાં હતાં. આ ત્રણ વર્ષ સુધી એ પોતાને અસામાન્યાથી બચાવવાને માટે છાનીમાની ગામેગામ નાસ્યા કરતી હતી. અસામાન્યા તેનાં પગલાં જોતી જોતી એની પાછળ જતી, આજે ત્રણ વર્ષે તેની પાસે આવી પહોંચી. આજે ઘણું તોફાન હતું, પુષ્કળ વંટોળિયો ચાલી રહ્યો હતો, મોટાં મોટાં વૃક્ષો થડ સહિત ઊખડીને ઊડી જતાં હતાં અને ઘરનાં ઘર ઊડી જતાં હતાં, ગંગા નદીનો પ્રવાહ પૂર્ણ વેગમાં ખળભળ કરતો વહેતો હતો. જે સમયે માણસો અને પશુઓ આ વંટોળિયા અને તોફાનમાંથી બચી જવાનો યત્ન કરી રહ્યાં હતા, તે સમયે ગુલ નદીના કિનારા તરફ ધસી જતી હતી. ગાંડી અસામાન્યા એનાથી ઘણે દૂર નહોતી. એ એની તરફ દોડી આવતી હતી અને મોટે અવાજે કહેતી હતીઃ “બહેન! ઊભી રહે.” પણ આવા ગંભીર તોફાન આડે એનો સ્વર ગભરાયલી ગુલના સાંભળવામાં આવ્યો નહિ.

નદીકિનારે આવતાં તેણે એક હોડી જોઈ, પોતાના હાથમાંથી