પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५७-देशप्रेमी हीरादेवी

જે સમયે ગુજરાતમાં કરણ વાઘેલો રાજ્ય કરતો હતો, તે સમયમાં મારવાડમાં ઝાલોર નગરમાં સોનગીરા ચૌહાણ વંશના કાન્હડદે રાજાનું શાસન હતું.

દેશદ્રોહી નાગરપ્રધાન માધવ કરણનું વેર લેવા સારૂ બાદશાહ અલાઉદ્દીનના લશ્કરને ગુજરાત તેડી લાવતો હતો, તે સમયે ઝાલોર રસ્તામાં પડ્યું. સેનાધિપતિઓએ કાન્હડદેને માર્ગ આપવા કહ્યું, પણ ક્ષત્રિયનો ખરો ધર્મ જાણનાર એ રાજા એ કહ્યું: “તમારા બાદશાહને જઈને કહો કે, એક હિંદુ રાજાને જીતવા તમે જાઓ છે, એમાં મદદ આપવી એ મારો ધર્મ નથી. ગામો લુંટાય, અબળાઓના શિયળ ઉપર હાથ નખાય, ગૌબ્રાહ્મણને પીડા થાય, એવા કામમાં કોઈ સાચો હિંદુ રાજા મદદ આપી ન શકે” સુલતાનને આથી ઘણું ખોટું લાગ્યું.

એ વખતે તો તેણે અલફખાનની સાથે બીજે માર્ગે ગુજરાત ઉપર ચઢાઈ કરી, પરંતુ ગુજરાતનો વિજય કરીને પાછા ફરતી વખતે, પોતાનું અપમાન કરનાર કાન્હડદેનો બદલો વાળવા સારૂ લશ્કરને ઝાલોરને માર્ગે વાળ્યું. એ સમયે રજપૂતો સાથે બાદશાહના સૈન્યને ભયંકર યુદ્ધ થયું. વી૨ ૨જપૂતોએ ઘણી બહાદુરીથી લડીને મુસલમાન સેનાનો પરાજય કર્યો. બાર બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. મુસલમાનો એ ઘણાએ હલ્લા કર્યા પણ કાન્હડદે ઉપર જિત મેળવી શકાઈ નહિ. એક તરફ રાજા માલદેવ અને બીજી તરફ કાન્હડદે-બંનેની વચમાં મુસલમાનો હેરાન થઈ ગયા. અહીં આ રંગ જામી રહ્યો હતો, ત્યાં એક શરમભર્યો બનાવ બન્યો. ભારતનાં દુર્ભાગ્યે સ્વાર્થની ખાતર દેશનો દ્રોહ કરનાર અધમ ચંડાળો નીકળતા જ આવ્યા છે. હાલ પણ ભારતમાતાની કૂખે એવાં પ્રાણીઓ ઉત્પન્ન થતાં બંધ પડ્યાં નથી. એ સમયમાં ઝાલોર રાજ્યની સેવામાં વીકા સેજવાલ